
VCE News | મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (VCE) તરીકે કાર્ય કરતા યુવાઓને મોટી રાહત આપી છે. હવેથી, રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે આ VCE યુવાઓને ન્યુનતમ ₹20 ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઇન્ફર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારની જેમ ગ્રામ્ય કક્ષાએ પણ ઇ-સેવાઓ મળી રહે તે હેતુથી અમલમાં મુકાયેલી ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત VCE દ્વારા ગ્રામજનોને મહત્વની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો દ્વારા અપાતી મુખ્ય સેવાઓ:
-
7/12, 8-અ અને હકકપત્રની નકલ
-
ખેડુત રજીસ્ટ્રેશન
-
વિવિધ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી
-
જન્મ-મરણના દાખલા
-
આવકનું પ્રમાણપત્ર
-
રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવાના ફોર્મ ભરવા જેવી અનેક સેવાઓ.
આ નિર્ણયથી VCE તરીકે કાર્ય કરતા યુવાનોની મહેનતને પૂરતું વળતર મળી રહેશે અને ગ્રામ્ય કક્ષાએ ઇ-સેવાઓનો વ્યાપ વધારવામાં પ્રોત્સાહન મળશે.
