Vadodara Crime News: વડોદરા (Vadodara) શહેરના પ્રતાપનગર રેલવે કોલોની (Railway Colony) વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા થયેલા યુવકના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ (Post-mortem) રિપોર્ટમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, યુવકનું કુદરતી મોત નથી થયું, પરંતુ તેની મંગેતરે જ તેની કરપીણ હત્યા (Murder) કરી હતી.
મૂળ છોટાઉદેપુરના રોઝકુવા ગામનો સચિન રાઠવા જેતપુરમાં ખાનગી નોકરી કરતો હતો. તેને તે જ જિલ્લાના દેવલિયા ગામની રેખા રાઠવા સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ (Love Affair) હતો. મે 2025માં બંનેની સામાજિક રીતે સગાઈ (Engagement) પણ થઈ હતી. રેખાને તેના પિતાના અવસાન બાદ વડોદરા રેલવેમાં રહેમરાહે નોકરી મળી હતી, જેથી છેલ્લા છ મહિનાથી સચિન અને રેખા વડોદરામાં સાથે રહેતા હતા.
પોલીસ તપાસ અનુસાર, સચિનને શંકા હતી કે રેખાને અન્ય કોઈ યુવક સાથે સંબંધ છે. આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. 29 ડિસેમ્બર 2025ના રોજ સચિને તેના પિતાને ફોન કરીને કહ્યું હતું કે, “રેખા હવે લગ્ન કરવાની ના પાડે છે, ડીજે-બગી બધું કેન્સલ કરાવી દો, તે મને ખૂબ હેરાન કરે છે.” આ ફોન બાદ બપોરે રેખાએ જ સચિનના પિતાને ફોન કરી નાટક કર્યું હતું કે, “સચિન સૂતો છે પણ જાગતો નથી, તમે જલ્દી વડોદરા આવો.”
સચિનના પિતા વડોદરા પહોંચ્યા ત્યારે રેખાએ એવી વાર્તા કહી હતી કે સચિન કામ પરથી આવ્યા બાદ સૂઈ ગયો છે. જોકે, પોલીસને શંકા જતાં મૃતદેહને સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) ખાતે પીએમ માટે ખસેડાયો હતો. પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે સચિનનું મોત ગળાફાંસો (Strangulation) આપવાને કારણે થયું છે.
પોલીસની કડક પૂછપરછમાં સામે આવ્યું કે જ્યારે સચિન ગાઢ નિદ્રામાં હતો, ત્યારે જ રેખાએ પોતાના દુપટ્ટા (Scarf) વડે ગળાના ભાગે ટૂંપો દઈ તેની હત્યા કરી નાખી હતી. વડોદરા પોલીસે હવે રેખા સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…