Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

સંસ્કારી નગરી વડોદરામાં થાર ચાલક મહિલાએ એક્ટિવા સવાર યુવકને ઉડાવ્યો, સ્થળે જ મોત

Chief Editor February 14, 2026
Vadodara Thar Accident

Vadodara Thar Accident | વડોદરા (Vadodara) શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગત મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો હતો. અક્ષર ચોકથી સન ફાર્મા રોડ તરફ જવાના માર્ગ પર એક બેફામ ગતિએ આવતી થાર કારની મહિલા  ચાલકે એક્ટિવા સવાર યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

માહિતી મુજબ, 13 ફેબ્રુઆરીની રાત્રે અભિષેક મોરે નામનો યુવક પોતાની એક્ટિવા લઈને જઈ રહ્યો હતો. આ સમયે ઋષિકાબેન સરનાની નામની મહિલા પોતાની થાર (Thar) ગાડી લઈને લગ્નપ્રસંગમાંથી પૂરપાટ ઝડપે આવી રહી હતી. મહિલાએ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અભિષેકને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે ગંભીર ઈજાઓ (Serious Injuries) થતા યુવકનું સ્થળ પર જ મોત થયું હતું.

પોલીસ કાર્યવાહી : ઘટનાની જાણ થતા જ અટલાદરા પોલીસ (Atladara Police) કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સયાજી હોસ્પિટલ (SSG Hospital) ખસેડવામાં આવ્યો છે. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી મહિલા ઋષિકાબેન સરનાનીની અટકાયત કરી છે. અકસ્માત સમયે મહિલા નશાની હાલતમાં (Drunk and Drive) હતી કે કેમ, તે જાણવા માટે પોલીસે બ્લડ સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે.

પરિવારમાં શોક અને લોકોમાં રોષ : મૃતક યુવક ફૂડ ડિલિવરી (Food Delivery) નું કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો. જુવાનજોધ દીકરાના મોતના સમાચારથી મોરે પરિવારમાં આભ તૂટી પડ્યું છે. વડોદરામાં રાત્રિના સમયે ધનિક નબીરાઓના જોખમી ડ્રાઈવિંગ (Rash Driving) સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Road Accidents (માર્ગ અકસ્માત) Vadodara (વડોદરા)

Post navigation

Previous: અમેરિકામાં નિખિલ ગુપ્તાએ પન્નુની હત્યાનું કાવતરું રચ્યાનો ગુનો સ્વીકાર્યો
Next: લિવ-ઈન પાર્ટનર દહેજનો કેસ કરી શકે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
Follow

Recent Posts

  • ટ્રમ્પે 20 મિનિટના ભાષણમાં ઈરાન અને હોર્મુઝ મુદ્દે દુનિયાને શું કહ્યું….
  • શિકાગો ખાતે શ્રી સીમંધર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી
  • અમેરિકામાં શ્રી યમુના મહારાણીજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી
  • ગુજરાતમાં રસ્તાઓનું નેટવર્ક થશે હાઈટેક: મુખ્યમંત્રીની રૂ. 3,400 કરોડની મોટી ભેટ, હવે 10 વર્ષ સુધી કોન્ટ્રાક્ટરોએ રસ્તા સાચવવા પડશે
  • વૈશ્વિક ઓઈલ કટોકટી: ક્રૂડ ઓઈલ $200 સુધી પહોંચવાની ભીતિ, અમેરિકાના વ્હાઇટ હાઉસે શરૂ કરી તૈયારીઓ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.