World

અમેરિકા જનારાઓ માટે ખુશખબર: વર્લ્ડ કપ અને ઓલિમ્પિક પહેલા શરૂ થઈ $750ની પ્રીમિયમ વિઝા ઇન્ટરવ્યુ સર્વિસ

US Visa Interview | યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે (U.S. Department of State) પ્રવાસીઓ અને બિઝનેસ વિઝા અરજદારો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

અમેરિકા આગામી સમયમાં યોજાનારા મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને એક નવો પાયલોટ પ્રોગ્રામ (Pilot Program) શરૂ કરવા જઈ રહ્યું છે. આ અંતર્ગત અરજદારો 750 ડોલરની વધારાની ફી ચૂકવીને માત્ર 10 દિવસમાં પ્રીમિયમ વિઝા ઇન્ટરવ્યુ (Premium Visa Interview) મેળવી શકશે.

આ નવી વ્યવસ્થા 1 જુલાઈ 2026 થી અમલમાં આવશે અને 31 ડિસેમ્બર 2026 સુધી એટલે કે 6 મહિના માટે ટ્રાયલ ધોરણે ઉપલબ્ધ રહેશે. આ સુવિધા માત્ર બી1/બી2 (B1/B2) વિઝિટર વિઝા કેટેગરી માટે જ લાગુ પડશે.

કુલ કેટલો ખર્ચ થશે? હાલમાં અમેરિકાના વિઝિટર વિઝા માટેની સ્ટાન્ડર્ડ એપ્લિકેશન ફી 185 ડોલર છે. જે લોકો આ નવી પ્રીમિયમ સર્વિસનો લાભ લેવા માંગે છે, તેમણે આ 185 ડોલર ઉપરાંત વધારાની 750 ડોલરની પ્રીમિયમ ફી ચૂકવવી પડશે. આ રીતે પ્રીમિયમ સર્વિસ પસંદ કરનારાઓ માટે કુલ વિઝા ખર્ચ 935 ડોલર (આશરે 78,000 રૂપિયા) થશે.

શા માટે શરૂ કરાઈ આ પ્રીમિયમ સર્વિસ? હાલમાં દુનિયાના ઘણા દેશોમાં યુએસ વિઝા ઇન્ટરવ્યુ માટેનો વેઇટિંગ પીરિયડ (Waiting Period) 1 વર્ષ કરતાં પણ વધુ લાંબો છે. બીજી તરફ, અમેરિકામાં 2026 ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) અને 2028 માં લોસ એન્જલસ ખાતે ઓલિમ્પિક ગેમ્સ (Olympic Games) યોજાવાની છે. આ મેગા ઈવેન્ટ્સના કારણે વિઝાની માંગમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે, જેને પહોંચી વળવા માટે આ ‘પ્રૂફ-ઓફ-કન્સેપ્ટ’ (Proof-of-Concept) મોડલ લોન્ચ કરાયું છે.

પદ્ધતિ અને નિયમો:

  • અરજદારે પહેલા નિયમ મુજબ સામાન્ય ઇન્ટરવ્યુ એપોઇન્ટમેન્ટ બુક કરવી પડશે. જો પ્રીમિયમ સ્લોટ ખાલી હશે, તો તેઓ ઓનલાઈન વધારાની ફી ચૂકવીને 10 બિઝનેસ ડેઝ (Business Days) ની અંદર વહેલી એપોઇન્ટમેન્ટ મેળવી શકશે.
  • અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વધારાની ફી ચૂકવવાથી માત્ર ઇન્ટરવ્યુ વહેલો મળશે, વિઝા મંજૂર થવાની કોઈ ગેરંટી (Visa Approval Guarantee) મળતી નથી. અરજદારે વિઝાના તમામ નિયમો અને સિક્યોરિટી ક્લિયરન્સની પ્રક્રિયામાંથી પસાર થવું જ પડશે.
  • માનવતાવાદી કટોકટી અથવા મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં અગાઉની જેમ જ મફત તાત્કાલિક ઇન્ટરવ્યુ (No-Fee Expedited Appointment) ની વ્યવસ્થા પણ ચાલુ રહેશે.

સરકાર અંદાજ લગાવી રહી છે કે આ 6 મહિનાના પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન વિશ્વભરમાંથી આશરે 25,000 અરજદારો આ પ્રીમિયમ સુવિધાનો લાભ લઈ શકે છે.

Chief Editor

Recent Posts

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું **…

4 hours ago

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…

5 hours ago

વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન

ભારતીય રેલવેએ ફરી નિભાવી જીવનરક્ષકની ભૂમિકા: ત્રીજી વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન…

5 hours ago

IFFICO ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી બહુમતીથી વિજેતા

શ્રી દિલીપભાઈની આ સફળતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સમાન છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ…

6 hours ago

अमेरिका में बेटी की हत्या के बाद मां की गुहार, 8 महीने के नाती की कस्टडी के लिए भारत और अमेरिका सरकार से मांगी मदद

अमेरिका में भारतीय मूल की नर्स की कथित हत्या के बाद पंजाब में रहने वाली…

9 hours ago

અમેરિકામાં દીકરીની હત્યા બાદ માતાની 8 મહિનાના પૌત્રની કસ્ટડી માટે ભારત અને અમેરિકાની સરકાર પાસે મદદ માગી

Jasmine Gill Custody | અમેરિકામાં ભારતીય મૂળની નર્સની કથિત હત્યા બાદ પંજાબમાં રહેતી તેની માતાએ…

9 hours ago