અમેરિકાના મિશિગન (Michigan) માં સિનિયર સિટીઝન્સને નિશાન બનાવતા એક મોટા ગોલ્ડ-બાર કૌભાંડ (Gold-Bar Scam) નો પર્દાફાશ થયો છે. પોલીસ અને એક સજાગ કોઈન ડીલરે મળીને ગોઠવેલી ખાસ જાળમાં કૌભાંડીઓ આબાદ ફસાઈ ગયા હતા.
આ સ્ટિંગ ઓપરેશન (Sting Operation) દરમિયાન આરોપીને આશરે 700,000 ડોલરના અસલી સોનાના સિક્કાને બદલે સોનેરી વરખમાં લપેટેલા ચોકલેટના સિક્કા (Chocolate Coins) ધરાવતું પાર્સલ પકડાવી દઈ રંગેહાથ ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા શંકાસ્પદ કુરિયરની ઓળખ ઇલિનોઇસના 20 વર્ષીય યુગ બી. ચૌહાણ (Yug B. Chauhan) તરીકે થઈ છે.
આ રીતે ઘડાયો હતો છેતરપિંડીનો પ્લાન: વેસ્ટર્ન મિશિગનની એક 79 વર્ષીય વૃદ્ધ મહિલાને ઓનલાઈન ઠગોએ ડરાવી દીધી હતી કે તેમના સોશિયલ સિક્યોરિટી ફંડ્સ (Social Security Funds) આતંકવાદ, મની લોન્ડરિંગ અને ડ્રગ ટ્રાફિકિંગ સાથે જોડાયેલા છે.
છેતરપિંડી કરનારાઓએ મહિલાને ખાતરી આપી કે તેની બચત સુરક્ષિત નથી અને તેને બચાવવા માટે પોતાની તમામ બચતના આશરે 700,000 ડોલર (આશરે 5.8 કરોડ રૂપિયા) સોનાના સિક્કાઓમાં ફેરવી સરકારી પ્રતિનિધિને સોંપી દેવા જણાવ્યું હતું.
ચોકલેટ કોઈન્સથી આ રીતે પકડાયો આરોપી: મહિલા જ્યારે સોનું ખરીદવા માટે ગ્રાન્ડ રેપિડ્સ કોઈન્સ (Grand Rapids Coins) નામના સ્ટોર પર પહોંચી, ત્યારે તેના માલિક બેન સોલ્ડેટ (Ben Soldaat) ને આ ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ લાગ્યું અને તેમણે તુરંત પોલીસને જાણ કરી.
કેન્ટ કાઉન્ટી શેરિફ ઓફિસે (Kent County Sheriff’s Office) તપાસ હાથ ધરી એક અન્ડરકવર ડિટેક્ટિવને વૃદ્ધ મહિલા બનાવીને મોકલી. આ ડિટેક્ટિવે સોનાના બદલે સોના જેવા જ દેખાતા ચોકલેટ સિક્કાઓનું બોક્સ કુરિયર લેવા આવેલા યુગ ચૌહાણને આપ્યું. યુગે જેવું પાર્સલ સ્વીકાર્યું કે તરત જ પોલીસે તેને દબોચી લીધો.
ભારત કનેક્શનની આશંકા: કોર્ટના રેકોર્ડ અનુસાર, આરોપી યુગ ચૌહાણે પૂછપરછમાં જણાવ્યું છે કે તેને “ભવશ” (Bhawsh) નામના વ્યક્તિ દ્વારા નિર્દેશો મળતા હતા અને તે ભારતમાં (India) બેઠેલા લોકો સાથે વાતચીત કરી રહ્યો હતો. પોલીસને શંકા છે કે આ આખું રેકેટ વિદેશથી ઓપરેટ થઈ રહ્યું છે. હાલમાં યુગ ચૌહાણ પર છેતરપિંડી અને કમ્પ્યુટર ગુના હેઠળ ગુનો નોંધી 1,00,000 ડોલરના બોન્ડ પર જેલમાં મોકલી દેવાયો છે અને ઇમિગ્રેશન વિભાગ પણ તેની તપાસ કરી રહ્યું છે.
બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું **…
અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…
ભારતીય રેલવેએ ફરી નિભાવી જીવનરક્ષકની ભૂમિકા: ત્રીજી વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન…
શ્રી દિલીપભાઈની આ સફળતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સમાન છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ…
अमेरिका में भारतीय मूल की नर्स की कथित हत्या के बाद पंजाब में रहने वाली…
Jasmine Gill Custody | અમેરિકામાં ભારતીય મૂળની નર્સની કથિત હત્યા બાદ પંજાબમાં રહેતી તેની માતાએ…