NRI

અમેરિકામાં ખોટી ઓળખ આપી નાગરિકતા મેળવનાર ભારતીય મૂળના વ્યક્તિ સામે ડીનેચરલાઇઝેશન કેસ નોંધાયો

US Denaturalisation Case | અમેરિકાના કન્સાસ ડિસ્ટ્રિક્ટ (District of Kansas) ના યુએસ અટોર્ની ઓફિસ (US Attorney’s Office) દ્વારા ભારતીય મૂળના એક વ્યક્તિ સામે નાગરિકતા રદ કરવાનો સિવિલ કેસ (Civil Case) દાખલ કરવામાં આવ્યો છે.

કન્સાસના ઓલેથે (Olathe) માં રહેતા હરિન્દર સિંહ (Harinder Singh) ઉર્ફે હરિન્દર સિંહ સંઘેડા ઉર્ફે રશપાલ સિંહ પર આરોપ છે કે તેમણે પોતાની ખરી ઓળખ અને ભૂતકાળનો ઈમિગ્રેશન હિસ્ટ્રી (Immigration History) છુપાવીને ગેરકાયદેસર રીતે અમેરિકી નાગરિકતા મેળવી હતી.

અમેરિકી ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ (Immigration and Nationality Act) અનુસાર, જો કોઈ વ્યક્તિએ સત્ય છુપાવીને, ખોટી માહિતી આપીને કે ગેરકાયદેસર રીતે નાગરિકતા મેળવી હોય, તો તેની સિટિઝનશિપ (Citizenship) રદ થઈ શકે છે અને નેચરલાઇઝેશન સર્ટિફિકેટ (Certificate of Naturalisation) રદ કરી શકાય છે.

અમેરિકી સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આરોપી સિંહનો પ્રથમ સંપર્ક 1991 માં ન્યૂયોર્કના JFK ઈન્ટરનેશનલ એરપોર્ટ (JFK International Airport) પર થયો હતો, જ્યાં તેણે પોતાનું નામ રશપાલ સિંહ (Rushpal Singh) બતાવ્યું હતું. ત્યારબાદ 1995 માં ઈમિગ્રેશન જજે તેને દેશનિકાલ (Deportation) નો ઓર્ડર આપ્યો હતો. જોકે, સરકારી રેકોર્ડ્સ અનુસાર સિંહે આ આદેશનો અમલ કર્યો ન હતો અને તે અમેરિકામાં જ રહ્યો હતો.

વર્ષ 1996 માં, આરોપીએ ઈમિગ્રેશન એન્ડ નેચરલાઇઝેશન સર્વિસ (INS) સમક્ષ હરિન્દર સિંહના નામે નવી અરજી કરી હતી. આ અરજીમાં તેણે પોતાની જન્મતારીખ, યુએસમાં પ્રવેશવાની તારીખ અને અન્ય વિગતો બદલી નાખી હતી. INS એ 2000 માં તેને પરમેનન્ટ લોફુલ રેસિડેન્ટ (Permanent Lawful Resident) સ્ટેટસ આપ્યું અને 2008 માં તેને યુએસ નાગરિક બનાવવામાં આવ્યો.

હવે યુએસ સરકારે તેની નાગરિકતા સંપૂર્ણપણે રદ કરવા અને તેનો નાગરિકતા ઓર્ડર રદબાતલ કરવા માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

Chief Editor

Recent Posts

ટેક્સાસ…ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો

ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો, ટેક્સાસ: જૈન સોસાયટી ઓફ નોર્થ ટેક્સાસ (JSNT) 14 નવેમ્બર,…

3 hours ago

ગુજરાત અને આસામ વચ્ચે આર્થિક સહયોગને મળશે નવી ગતિ

 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ઉપસ્થિત રહેવા આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાને આમંત્રણ પાઠવાયું ગાંધીનગર,…

13 hours ago

લોસએંજલસમાં આેટલાનું નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન

લોસએંજલસમાં આેટલનું નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન આેટલો નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન Report "ઓટલો દે છે આવકારો ને…

3 days ago

शिकागो में बावीस गांव पाटीदार समाज ने धूमधाम से मनाई दिवाली और नववर्ष

Chicago Patidar Samaj | शिकागो में बावीस गांव पाटीदार समाज की ओर से दिवाली और…

3 days ago

શિકાગોમાં બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા દિવાળી અને નૂતન વર્ષની ભવ્ય ઉજવણી

Chicago Patidar Samaj | શિકાગો ખાતે બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા દિવાળી અને નૂતન વર્ષની…

3 days ago

સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી રમઝટ

સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી ઉજવણીમાં સંગીત, ગરબા અને સુરતી ભોજનની રમઝટ  સુરતી લેઉવા…

3 days ago