
UK Immigration 2025: બ્રિટન (UK)ની કીર સ્ટાર્મર (Keir Starmer) સરકારે દેશની ઇમિગ્રેશન સિસ્ટમમાં “મોટું રિસેટ” જાહેર કર્યું છે. ૨૦૨૫માં અમલમાં આવેલી નવી નીતિઓ મુજબ, બ્રિટન (UK) હવે વિદેશીઓને સરળતાથી પ્રવેશ આપવાની નીતિમાંથી પાછળ હટી રહ્યું છે. વર્ક વિઝાના પગાર ધોરણમાં વધારો અને સ્ટુડન્ટ વિઝા પરના નિયંત્રણોએ ભારતીયો સહિત લાખો પ્રવાસીઓની ચિંતા વધારી દીધી છે.
વર્ક વિઝા (Skilled Worker Visa) માં ભારે ફેરફાર
22 જુલાઈ 2025થી અમલી બનેલા નવા નિયમો મુજબ:
-
પગાર મર્યાદા: હવે વર્ક વિઝા મેળવવા માટે વાર્ષિક લઘુત્તમ પગાર ૪૧,૭૦૦ પાઉન્ડ હોવો ફરજિયાત છે.
-
નોકરીનો પ્રકાર: માત્ર ગ્રેજ્યુએટ-લેવલની નોકરીઓ માટે જ વિઝા મળશે, જ્યારે મધ્યમ કક્ષાની નોકરીઓને બાકાત રખાઈ છે.
-
સોશિયલ કેર સેક્ટર: આ ક્ષેત્રમાં વિદેશીઓની નવી ભરતી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
-
કંપનીઓ પર કડકાઈ: જો કોઈ કંપની ગેરકાયદેસર રીતે વિદેશી શ્રમિકો પાસે કામ કરાવશે, તો તેના પર ભારે દંડ અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે પડકારો
વિદ્યાર્થીઓ માટે પણ બ્રિટન હવે પહેલા જેવું ‘ફ્રેન્ડલી’ રહ્યું નથી:
-
મેન્ટેનન્સ ફંડ: નવેમ્બરથી વિદ્યાર્થીઓએ બ્રિટનમાં રહેવા માટે બેંક ખાતામાં વધુ રકમ (મેન્ટેનન્સ ફંડ) બતાવવી પડશે.
-
ગ્રેજ્યુએટ રૂટ (PSW): હાલમાં ભણ્યા પછી ૨ વર્ષ રોકાવાની છૂટ છે, પરંતુ જાન્યુઆરી ૨૦૨૭ થી આ સમય ઘટાડીને માત્ર 18 મહિના કરી દેવામાં આવશે.
-
યુનિવર્સિટીઓ પર વોચ: જે યુનિવર્સિટીઓના વિઝા રિજેક્શન રેટ વધારે છે, ત્યાં એડમિશન પ્રક્રિયામાં કાપ મૂકવામાં આવશે.
ફેમિલી વિઝા અને PR ના નવા ધોરણો
-
પાર્ટનર વિઝા: તમારા જીવનસાથીને બ્રિટન બોલાવવા માટે તમારી વાર્ષિક આવક ઓછામાં ઓછી ૨૯,૦૦૦ પાઉન્ડ હોવી જરૂરી છે.
-
પરમેનન્ટ રેસિડન્સી (PR): સરકાર હવે PR મેળવવા માટેની મુદત 5 વર્ષથી વધારીને 10 વર્ષ કરવાની તૈયારી કરી રહી છે, જે આગામી સમયમાં અમલી બની શકે છે.
ઉપાયઃ બ્રિટન સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે તેઓ વિદેશી સસ્તા શ્રમિકો પર નિર્ભર રહેવાને બદલે પોતાના દેશના નાગરિકોને તૈયાર કરવા માંગે છે. ૨૦૨૫માં આવેલા આ ફેરફારોને કારણે હવે બ્રિટન જવું વધુ મોંઘું અને કાયદાકીય રીતે વધુ જટિલ બની ગયું છે.
