Gujarat

મિત્રની આત્મહત્યાથી દુઃખી વડોદરાના બે યુવાનોએ આપઘાત કર્યો

વડોદરા (Vadodara) ના મકરપુરા વિસ્તારમાંથી મિત્રતાનો એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. બિહારમાં રહેતા એક પરમ મિત્રની આત્મહત્યા (Suicide) ના સમાચાર મળ્યા બાદ વડોદરામાં રહેતા તેના અન્ય ૨ મિત્રો આ આઘાત સહન ન કરી શક્યા અને માત્ર 24 કલાકમાં બંનેએ જીવન ટૂંકાવી લીધું.

પ્રથમ ઘટનામાં, મકરપુરા રેલવે સ્ટેશન (Railway Station) નજીક ટ્રેન (Train) નીચે પડતું મૂકીને 26 વર્ષીય રવિશંકરકુમાર પ્રસાદ નામના યુવકે આપઘાત કર્યો હતો.

પોલીસ (Police) તપાસમાં જાણવા મળ્યું કે, બિહારમાં રહેતા મિત્રના અવસાનથી દુઃખી રવિશંકરે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર “તેરે પાસ બહુત જલદી આતા હું” એવી સોશિયલ મીડિયા (Social Media) પોસ્ટ (Post) મૂકીને આ પગલું ભર્યું હતું.

હજુ આ આઘાત શમ્યો ન હતો ત્યાં જશોદા કોલોનીમાં રહેતા અને તેની સાથે મકરપુરા GIDC માં નોકરી (Job) કરતા બીજા મિત્ર 23 વર્ષીય વિકાસ પ્રસાદે શુક્રવારે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો.

રવિશંકરના મોતના ગમમાં વ્યાકુળ થઈને વિકાસે પણ આત્મહત્યા કરી લીધી હતી. એક જ મિત્ર મંડળના 3 આશાસ્પદ યુવાનોના મોતના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને રેલવે પોલીસ તેમજ મકરપુરા પોલીસ સ્ટેશન (Police Station) ની ટીમ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ

THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…

6 hours ago

અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો

Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…

6 hours ago

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

2 days ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

2 days ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

3 days ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

3 days ago