Gujarat

ગુજરાતમાં રક્તરંજિત માર્ગો: અમદાવાદમાં પૂરપાટ સ્કોર્પિયોએ વૃદ્ધને કચડ્યા, પાલનપુરમાં બસ-રિક્ષા અકસ્માતમાં 3 ના મોત

Gujarat Accidents News | ગુજરાત (Gujarat)માં બેફામ વાહન ચાલકોના કારણે અકસ્માતોની શ્રેણી સતત વધી રહી છે. અમદાવાદ (Ahmedabad) અને પાલનપુર (Palanpur) નજીક સર્જાયેલા બે જુદા-જુદા ભયાનક માર્ગ અકસ્માતો (Road Accidents)માં કાલનો કોળિયો બનેલા નિર્દોષ લોકોના પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

અમદાવાદના વટવા (Vatva) વિસ્તારમાં હિટ એન્ડ રન (Hit and Run)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે, તો બીજી તરફ બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પાલનપુરમાં એસટી બસ (ST Bus) અને રિક્ષા વચ્ચેની સામસામે ટક્કરમાં એક જ પરિવારના 3 લોકોના કરૂણ મોત નીપજ્યા છે.

અમદાવાદના વટવામાં હિટ એન્ડ રનની હૃદયદ્રાવક ઘટના અમદાવાદના વટવા વિસ્તારમાં બીબી તળાવ ચાર રસ્તા પાસે રાત્રે 12 વાગ્યાના અરસામાં 68 વર્ષીય યુનુસભાઈ વોહરા રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે જ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયો (Scorpio) કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર વાગતાં જ વૃદ્ધ કારના બોનેટ (Bonnet) પર પટકાયા હતા. જોકે, કાર ચાલકે ગાડી રોકવાને બદલે નીચે પડેલા વૃદ્ધ પર કાર ચઢાવી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુનુસભાઈનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા બાદ ટ્રાફિક પોલીસે (Traffic Police) તપાસ હાથ ધરીને 19 વર્ષીય આરોપી રાહુલ યાદવની ધરપકડ કરી છે અને અકસ્માતમાં વપરાયેલી કાર જપ્ત કરી છે.

પૂછપરછ દરમિયાન આરોપીએ દાવો કર્યો હતો કે વરસાદી વાતાવરણના કારણે તેને અકસ્માતનો ખ્યાલ નહોતો અને ગાડી ચઢતી વખતે તેને માત્ર ‘ખાડો’ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો. કોલેજમાં અભ્યાસ કરતા યુવાનની આ ઘોર બેદરકારીએ એક માસૂમનો જીવ લીધો છે.

પાલનપુરમાં બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત: 3 ના મોત બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા ખરોડિયા ચોકડી પાસે એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો. વડગામ તરફથી આવી રહેલી એક પેસેન્જર રિક્ષા (Passenger Rickshaw) અને સામેથી આવતી એસટી બસ વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

આ દિલધડક ઘટનામાં રિક્ષામાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ મૃતકો એક જ પરિવારના સભ્યો હતા.

આ ઉપરાંત અકસ્માતમાં 2 અન્ય મુસાફરો ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિકો અને પોલીસ (Police)ની મદદથી તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ (Palanpur Civil Hospital) ખસેડવામાં આવ્યા છે. પાલનપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Chief Editor

Recent Posts

DRM વેદ પ્રકાશ એ અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું

DRM વેદ પ્રકાશ એ અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોનું કર્યું નિરીક્ષણ કર્યું અને માલ પરિવહન સુવિધાઓનું…

13 hours ago

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સુશાસનના 5 વર્ષ

સુશાસનના 5 વર્ષ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં મહેસૂલી સુધારાથી રાજ્યના નાગરિકોને ઝડપી…

14 hours ago

અમેરિકાના સાક્રામેન્ટોમાં ભારતીય મૂળની મહિલાની ગોળી મારી હત્યા; આરોપી કારમાંથી મૃત મળી આવ્યો

Sacramento Stalking Murder | અમેરિકાના કેલિફોર્નિયા (California) ના સાક્રામેન્ટો કાઉન્ટીમાં (Sacramento County) મહિનાઓ સુધી ચાલુ…

1 day ago

કેનેડા કોર્ટે 3 ભારતીયોનો વિઝિટર વિઝા રિજેક્શનનો નિર્ણય રદ કર્યો: ઈમિગ્રેશન ઓફિસરના નિર્ણયને ગણાવ્યો ‘અયોગ્ય’

Canada Visitor Visa | કેનેડાની ફેડરલ કોર્ટે 3 ભારતીય અરજદારોની ટૂરિસ્ટ વિઝા અરજી ફગાવી દેવાના…

1 day ago

‘ધ ઈન્ડિયન કાઉબોય’ બોબી કેશના જીવન પર બનશે ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા ફીચર ફિલ્મ

Bobby Cash Movie | નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયન હાઈકમિશનર (Australian High Commission) દ્વારા યોજાયેલા એક ખાસ…

1 day ago

‘ઑસ્ટ્રેલિયામાં નો સર, નો મેડમ’: ભારતીય યુવતીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા પોતાના અનુભવો

Australia Life Experience | ઓસ્ટ્રેલિયા (Australia) માં રહેતી એક ભારતીય મહિલા દીશા શાહે (Disha Shah)…

1 day ago