Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

મિત્રની આત્મહત્યાથી દુઃખી વડોદરાના બે યુવાનોએ આપઘાત કર્યો

Chief Editor June 13, 2026
suicide

વડોદરા (Vadodara) ના મકરપુરા વિસ્તારમાંથી મિત્રતાનો એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. બિહારમાં રહેતા એક પરમ મિત્રની આત્મહત્યા (Suicide) ના સમાચાર મળ્યા બાદ વડોદરામાં રહેતા તેના અન્ય ૨ મિત્રો આ આઘાત સહન ન કરી શક્યા અને માત્ર 24 કલાકમાં બંનેએ જીવન ટૂંકાવી લીધું.

પ્રથમ ઘટનામાં, મકરપુરા રેલવે સ્ટેશન (Railway Station) નજીક ટ્રેન (Train) નીચે પડતું મૂકીને 26 વર્ષીય રવિશંકરકુમાર પ્રસાદ નામના યુવકે આપઘાત કર્યો હતો.

Join Our WhatsApp Group

પોલીસ (Police) તપાસમાં જાણવા મળ્યું કે, બિહારમાં રહેતા મિત્રના અવસાનથી દુઃખી રવિશંકરે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર “તેરે પાસ બહુત જલદી આતા હું” એવી સોશિયલ મીડિયા (Social Media) પોસ્ટ (Post) મૂકીને આ પગલું ભર્યું હતું.

હજુ આ આઘાત શમ્યો ન હતો ત્યાં જશોદા કોલોનીમાં રહેતા અને તેની સાથે મકરપુરા GIDC માં નોકરી (Job) કરતા બીજા મિત્ર 23 વર્ષીય વિકાસ પ્રસાદે શુક્રવારે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો.

રવિશંકરના મોતના ગમમાં વ્યાકુળ થઈને વિકાસે પણ આત્મહત્યા કરી લીધી હતી. એક જ મિત્ર મંડળના 3 આશાસ્પદ યુવાનોના મોતના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને રેલવે પોલીસ તેમજ મકરપુરા પોલીસ સ્ટેશન (Police Station) ની ટીમ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Suicide (આત્મહત્યા) Vadodara (વડોદરા)

Post navigation

Previous: આસામ: જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ સમયે ખામી સર્જાઈ
Next: ભારતે ત્રણ સફળ ફ્લાઇટ ટેસ્ટ સાથે બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ ક્ષમતાનું શાનદાર પ્રદર્શન કર્યું
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.