Vinesh Phogat Brij Bhushan Singh | દિલ્હીની એક અદાલતે (Court) સોમવારે (3 August 2026) ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) ના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ (Brij Bhushan Sharan Singh) ને 6 મહિલા પહલવાનો દ્વારા લગાવવામાં આવેલા યૌન ઉત્પીડનના આરોપોમાંથી નિર્દોષ મુક્ત કર્યા છે.
આ નિર્ણય આવ્યા બાદ સ્ટાર રેસલર વિનેશ ફોગાટે (Vinesh Phogat) સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ X પર એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાનો દુઃખ અને આક્રોશ વ્યક્ત કર્યો છે.
વિનેશ ફોગાટે લખ્યું કે, “સત્તાધારી પાર્ટીના એક શક્તિશાળી નેતા સામે FIR નોંધાવવા માટે અમારે ખૂબ જ હિંમત એકઠી કરવી પડી હતી. બ્રિજભૂષણ શરણ સિંહે પોતાની સત્તા અને પ્રભાવના આધારે ઘણી છોકરીઓને ડરાવીને તેમના નામ પાછા ખેંચાવી લીધા હતા, પરંતુ કેટલીક મહિલા પહલવાનો અડીખમ રહીને કોર્ટમાં લડાઈ લડતી રહી.”
વિનેશે વધુમાં ઉમેર્યું કે, “અમને એ વાતનું ખૂબ જ દુઃખ છે કે કોર્ટે યૌન શોષણના આ આરોપોમાં તેમને દોષી ન માન્યા. શરૂઆતથી જ આખી સિસ્ટમ (System) અને સરકાર તેમને બચાવવામાં લાગી હતી. જોકે, અમે હિંમત હારી નથી. મહિલા પહલવાનોએ પોતાના વકીલોને આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં (High Court) અપીલ કરવાનો આદેશ આપી દીધો છે અને આ અપીલ ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે. અમારી આ લડાઈ ચાલુ રહેશે.”
આ કેસ 2023 માં શરૂ થયો હતો, જ્યારે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જેવા દેશના દિગ્ગજ ખેલાડીઓએ જંતર-મંતર પર ધરણા આપ્યા હતા. ત્યારબાદ Delhi Police દ્વારા પણ FIR નોંધવામાં આવી હતી અને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ આ ચુકાદો આવ્યો છે.
THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…
Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…
Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…
રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…