
Morbi Accident | મોરબીના માળિયામાં ટેન્કર અને કાર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, અકસ્માત બાદ ટેન્કર અને કારમાં આગ લાગી હતી અને લોકો જીવતા ભડથું થઈ ગયા હતા, સુરજબારી ટોલનાકા નજીક આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, આ અકસ્માત સામસામે થયો હોવાની વાત સામે આવી છે.
મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. અકસ્માતમાં કન્ટેનર-ટ્રક અને કાર અથડાઈ હતી. વાહન અથડાતાની સાથે જ ભયાનક આગ લાગી હતી, જેમાં ઘટનાસ્થળે જ ટ્રક ડ્રાઇવર, ક્લિનર અને કારમાં સવાર બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. જો કે, કારમાં સવાર પાંચ બાળકો સહિત સાત ફસાયેલો લોકોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લેવાયા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોની સામખિયાળી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.