Categories: NRI

અમેરિકામાં મહેસાણાના સુરેશ પટેલની દીકરીની નજર સામે ગોળી મારી હત્યા!

Suresh Patel Murder

અમેરિકાના (America) ટેનેસી (Tennessee) રાજ્યના જેક્સન (Jackson) શહેરમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં માત્ર 3 દિવસ પહેલા જ નવો બિઝનેસ (Business) શરૂ કરનાર 56 વર્ષીય ગુજરાતી વેપારી સુરેશ પટેલની (Suresh Patel) એક સશસ્ત્ર લૂંટારાએ બંદૂકની અણીએ ગોળી મારીને દારુણ હત્યા કરી દીધી છે.

સૌથી વધુ દુઃખદ બાબત એ છે કે જ્યારે લૂંટારાએ ગોળીબાર કર્યો ત્યારે સુરેશ પટેલની (Suresh Patel) 19 વર્ષની દીકરી તેમની બાજુમાં જ ઊભી હતી અને તે સમગ્ર ઘટનાની પ્રત્યક્ષદર્શી રહી હતી.

મૂળ ગુજરાતના (Gujarat) મહેસાણા (Mehsana) જિલ્લાના કડી (Kadi) તાલુકાના અખજ (Akhaj) ગામના વતની એવા સુરેશ પરસોત્તમદાસ પટેલ (Suresh Parsottamdas Patel) છેલ્લા 30 વર્ષથી અમેરિકામાં (America) સ્થાયી થયા હતા.

અગાઉ તેઓ શિકાગો (Chicago) વિસ્તારમાં રહેતા હતા અને તાજેતરમાં જ તેમણે ટેનેસીના (Tennessee) જેક્સન (Jackson) સ્થિત રિડ્જક્રેસ્ટ રોડ (Ridgecrest Road) પર આવેલી રિડ્જક્રેસ્ટ સેલર્સ વાઇન એન્ડ સ્પિરિટ્સ (Ridgecrest Cellars Wine and Spirits) નામની લિકર સ્ટોરનો (Liquor Store) બિઝનેસ (Business) ટેકઓવર (Takeover) કર્યો હતો. બિઝનેસ (Business) શરૂ કર્યાને હજુ માત્ર 3 દિવસ જ થયા હતા.

ગુરુવારે રાત્રે આશરે 9:00 વાગ્યે પેઇન્ટબોલ સ્પેસિફિક માસ્ક (Paintball Mask) અને ગ્રે હૂડી (Grey Hoodie) પહેરેલો એક બ્લેક (Black) અજાણ્યો લૂંટારો દુકાનમાં ઘૂસી આવ્યો હતો. તેણે રિવોલ્વર બતાવીને ગનપોઇન્ટ (Gunpoint) પર કર્મચારીઓ અને સુરેશ પટેલ (Suresh Patel) પાસે કેશની માંગણી કરી હતી.

કાઉન્ટર પરથી તમામ રોકડ રકમ સોંપી દેવામાં આવી હોવા છતાં લૂંટારાએ ક્રૂરતાપૂર્વક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરેશ પટેલને (Suresh Patel) છાતી અને શરીરના ભાગે ગોળી વાગતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.

આ સનસનીખેજ ઘટના સમયે તેમની 19 વર્ષની પુત્રી પિતાની એકદમ નજીક ઊભી હતી. સદનસીબે દીકરીને કોઈ ઈજા થઈ ન હતી અને તે સુરક્ષિત રહી હતી, પરંતુ પિતાને આંખો સામે દમ તોડતા જોઈને તે ગંભીર આઘાતમાં સરી પડી છે.

આ દરમિયાન દુકાનમાં કામ કરતા 70 વર્ષના એક વૃદ્ધ કર્મચારી ગભરાટમાં નીચે પડી જતાં તેમના કાંડામાં ફ્રેક્ચર થયું હતું.

ઘટના બાદ લૂંટારો સફેદ રંગની સેડાન કારમાં ફરાર થઈ ગયો હતો. જેક્સન પોલીસ ડિપાર્ટમેન્ટે (Jackson Police Department) ઘટનાસ્થળે પહોંચી CCTV ફૂટેજ મેળવી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ દુઃખદ સમાચારથી ગુજરાતના (Gujarat) મહેસાણામાં (Mehsana) તેમના વતન અખજ (Akhaj) ગામમાં અને અમેરિકામાં (America) વસતા ગુજરાતી સમુદાયમાં (Gujarati Community) ભારે અરેરાટી અને શોકનું મોજુ ફરી વળ્યું છે.

Chief Editor

Recent Posts

એટલાન્ટા ખાતે સ્વ. ગૌરાંગ વ્યાસને ભવ્ય સ્વરાંજલિ

ઇન્ટરનેશનલ ગુજરાતી કલ્ચરલ સોસાયટી ઓફ એટલાન્ટા (IGCSA) દ્વારા સ્વ. ગૌરાંગ વ્યાસને ભવ્ય સ્વરાંજલિ એટલાન્ટા, USA:…

6 hours ago

मात्र 3 साल की उम्र में किताब लिखकर भारतीय मूल के अद्वय जैन ने बनाया गिनीज वर्ल्ड रिकॉर्ड

Advay Jain Record | अमेरिका के न्यू जर्सी में रहने वाले भारतीय मूल के 4…

16 hours ago

માત્ર 3 વર્ષની ઉંમરે પુસ્તક લખી ભારતીય મૂળના અદ્વય જૈને બનાવ્યો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ

Advay Jain Record | અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા ભારતીય મૂળના 4 વર્ષના બાળક અદ્વય જૈને…

17 hours ago

દલાસમાં પ્રી નવરાત્રી ગરબા

ગીર લાયન અને સૌરાષ્ટ્ર પાટીદાર કલ્ચર સમાજના લાભાર્થે પ્રી - નવરાત્રી ગરબા ગીર લાયન અને…

1 day ago

શિકાગોમાં મિતેશભાઇ પટેલનું ભવ્ય સ્વાગત

શિકાગો મા આણંદ, બોરસદ, આંકલાવ, ખંભાત, ઉમરેઠ, પેટલાદ અને સોજીત્રા ના વતની સમાજના આગેવાનો અને…

1 day ago

बे एरिया में AIA का दशहरा-दिवाली धमाका 2026, 17 अक्टूबर को भव्य आयोजन

Dussehra Diwali | कैलिफोर्निया के बे एरिया में दशहरा और दिवाली के भव्य उत्सव के…

2 days ago