StopNCII Dot org | બ્લેકમેલિંગના (Blackmailing) તમે ઘણા સમાચાર વાંચ્યા હશે, જેમાં પીડિતને પરેશાન કરવામાં આવે છે. અહીં સુધી કે રૂપિયાની માંગણી પણ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં પીડિત આત્મહત્યા (Suicide) સુધી કરી લે છે. સામાન્ય લોકોની સુરક્ષા (Safety) માટે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી એજન્સી સાયબર દોસ્ત I4C એ એક પોસ્ટ કરી છે.
Kya aap jaante hain ki aap apni private photos ya videos ke online misuse ko proactively rok sakte hain?
Yeh process aapke device par hi hota hai. Aapka original content platform par share nahi hota.#StopNCII #OnlineSafety #CyberCrimeAwareness #DigitalPrivacy #CyberDost pic.twitter.com/woh9NwvqW7
— CyberDost I4C (@Cyberdost) February 24, 2026
X પ્લેટફોર્મ પર સાયબર દોસ્ત I4C એ પોસ્ટ કર્યું છે. પોસ્ટમાં જણાવ્યું છે કે જો તમને કોઈ પ્રાઈવેટ ફોટોના નામે બ્લેકમેલ કરી રહ્યું છે તો તેને કેવી રીતે રોકી શકાય. આ માટે એકદમ સિમ્પલ પ્રોસેસ (Process) ફોલો કરવી પડશે.
સાયબર દોસ્તે જણાવ્યું છે કે જો તમને કોઈ ધમકી આપી રહ્યું છે અને પ્રાઈવેટ ફોટોને ઈન્ટરનેટ પર શેર કરવાની વાત કરી રહ્યું છે, તો તેને રોકી શકાય છે. આ માટે એક ખાસ પ્રોસેસ ફોલો કરવી પડશે.
સાયબર દોસ્તે જણાવ્યું છે કે StopNCII.org પર વિઝિટ (Visit) કરો. ત્યાં તમારી ઈમેજ અથવા વિડિયો સાથે જોડાયેલ એક ડિજિટલ ફિંગરપ્રિન્ટ (HASH) બનાવો. HASH અથવા કોડ પ્રાઈવેટ ફોટો અથવા વિડિયોને રિપ્રેઝન્ટ કરે છે. આ આખી પ્રોસેસ તમારા ડિવાઈસ (Device) પર થાય છે. આના કારણે ફોટો અને વિડિયો સેફ (Safe) રહે છે અને તે ક્યાંય અપલોડ થતા નથી.
StopNCII.org શું છે?
StopNCII.org એ એવું પ્લેટફોર્મ છે, જ્યાં તમે સંમતિ વગર શેર કરવામાં આવેલા પ્રાઈવેટ ફોટો કે વિડિયોના દુરુપયોગને રોકી શકશો. તેને એક ઈન્ટરનેશનલ એજન્સી ઓપરેટ કરે છે.
StopNCII.org અસલમાં પ્રાઈવેટ ફોટો અથવા વિડિયોને કોડમાં કન્વર્ટ (Convert) કરે છે. આ કોડ પાર્ટનર સોશિયલ મીડિયા કંપનીઓને શેર કરવામાં આવે છે અને તેમાંથી સંબંધિત ફોટોને ઓળખીને તેને રિમૂવ (Remove) કરવામાં આવે છે. ખોટા ઈરાદાથી જો કોઈ ફોટો કે વિડિયો અપલોડ કરવાની કોશિશ પણ કરે છે તો તેને તરત બ્લોક કરવામાં આવે છે.
StopNCII.org સાથે ઘણી મોટી કંપનીઓ મળીને કામ કરે છે. જેમાં Meta (ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ), ટિકટોક, રેડિટ, સ્નેપચેટ વગેરેના નામ સામેલ છે.
