AI Startup Co-Founded by Aman Sanger Acquired by SpaceX for $60 Billion
SpaceX Cursor Deal | ટેકનોલોજી જગતમાં તાજેતરના વર્ષોની સૌથી મોટી એક્વિઝિશન (Acquisition) ડીલ સામે આવી છે. એલન મસ્કની (Elon Musk) એરોસ્પેસ કંપની સ્પેસએક્સ (SpaceX), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કોડિંગ સ્ટાર્ટઅપ કર્સરને (Cursor) $60 બિલિયન (આશરે ₹5 લાખ કરોડ) માં ખરીદવા માટે સહમત થઈ છે.
આ ઓલ-સ્ટોક ડીલથી (All-Stock Deal) આ સ્ટાર્ટઅપના ભારતીય મૂળના કો-ફાઉન્ડર અમન સંગર (Aman Sanger) વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગસાહસિકોની યાદીમાં સામેલ થઈ જશે.
માત્ર ચાર વર્ષ પહેલાં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના (MIT) ચાર વિદ્યાર્થીઓ અમન સંગર, માઇકલ ટ્રુઅલ, સુઆલેહ આસિફ અને આર્વિડ લુન્નેમાર્કે સાથે મળીને આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું, જે સત્તાવાર રીતે ‘એનિસ્ફિયર’ (Anysphere) તરીકે ઓળખાય છે.
કર્સર (Cursor) હાલમાં વિશ્વનું સૌથી લોકપ્રિય AI કોડિંગ ટૂલ છે, જે ડેવલપર્સને સરળ અંગ્રેજી ભાષા દ્વારા કોડ લખવા અને એડિટ કરવાની સુવિધા આપે છે.
આ કંપનીને થ્રાઇવ કેપિટલ, એન્ડ્રીસેન હોરોવિટ્ઝ, એનવીડિયા (Nvidia) અને ઓપનએઆઈ (OpenAI) સ્ટાર્ટઅપ ફંડ જેવા અગ્રણી રોકાણકારોનું પીઠબળ મળેલું છે.
આ કરાર મુજબ, સ્પેસએક્સ (SpaceX) ચાલુ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં (Q3 2026) ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરશે. ન્યૂયોર્કની હોરેસ મેન સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલા અમન સંગરની આ સફળતા વૈશ્વિક સ્તરે ભારતીય પ્રતિભાનો ડંકો વગાડે છે.
