Aamir Khan third marriage | બોલિવૂડના (Bollywood) ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ તરીકે જાણીતા સુપરસ્ટાર આમિર ખાન ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
61 વર્ષની ઉંમરે આમિર ખાન (Aamir Khan) પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ (Gauri Spratt) સાથે ત્રીજી વખત લગ્ન કરીને નવી જિંદગીની શરૂઆત કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં આમિર ખાને પોતે 5 જુલાઈએ ગૌરી સાથે થનારા આ લગ્નની પુષ્ટિ કરી દીધી છે.
આમિર ખાને તેમના લગ્નની યોજનાઓ અંગે વાત કરતા જણાવ્યું કે, આ લગ્ન કોઈ ધામધૂમથી કે ભવ્ય રીતે નહીં થાય, પરંતુ ખૂબ જ સાદગીથી ઘરે જ કરવામાં આવશે. તેઓ પરંપરાગત રીતિ-રિવાજો કે નિકાહ કરવાના બદલે એક સિમ્પલ રજિસ્ટર્ડ મેરેજ (Registered Marriage) કરશે, જેમાં માત્ર બંને પરિવારના સભ્યો અને અંગત મિત્રો જ હાજર રહેશે.
આ લગ્નની તૈયારીઓ માટે આમિરે અત્યારથી જ કામમાંથી બ્રેક (Break) લઈ લીધો છે. લગ્ન બાદ તેઓ પોતાની સુપરહિટ ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ના (3 Idiots) સિક્વલનું શૂટિંગ શરૂ કરશે.
તમને જણાવી દઈએ કે, આમિર ખાન અને ગૌરી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને ગયા વર્ષે માર્ચમાં આમિરના 60મા જન્મદિવસે તેમણે પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા.
આમિર ખાનના અગાઉ રીના દત્તા (Reena Dutta) અને કિરણ રાવ (Kiran Rao) સાથે છૂટાછેડા (Divorce) થઈ ચૂક્યા છે, જ્યારે ગૌરી પણ ડિવોર્સી છે અને તેને એક દીકરો છે.
