San Francisco Corruption | સેન ફ્રાન્સિસ્કોના (San Francisco) ટ્રેઝરર એન્ડ ટેક્સ કલેક્ટર ઓફિસના (Treasurer and Tax Collector’s Office) એક પૂર્વ ટોચના અધિકારી સામે પોતાના અંગત મિત્રની ટેકનોલોજી કંપનીને સિટી કોન્ટ્રાક્ટ (City Contract) અપાવવા માટે પદનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા એક ઓડિટ (Audit) રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
ઓડિટ અનુસાર, પૂર્વ ચીફ આસિસ્ટન્ટ ટ્રેઝરર તાજેલ શાહે (Tajel Shah) ‘મિકેનિકલ ઓર્ચાર્ડ’ (Mechanical Orchard) નામની ટેક કંપનીને ફાયદો પહોંચાડવા માટે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ કંપનીના પૂર્વ ચીફ રેવેન્યુ ઓફિસર રોક વર્સેસ (Roque Versace) તાજેલ શાહના અંગત મિત્ર હતા.
આ સંબંધ છુપાવીને શાહે શહેરની બિઝનેસ ટેક્સ સિસ્ટમને આધુનિક બનાવવા માટેના મલ્ટિ-મિલિયન ડૉલરના (Multimillion-dollar Project) પ્રોજેક્ટમાં આ કંપનીની મદદ કરી હતી. આ પ્રોજેક્ટ વાર્ષિક 2.6 બિલિયન ડૉલરનો બિઝનેસ ટેક્સ કલેક્ટ કરતી સિસ્ટમ બદલવા માટેનો હતો, જેની કિંમત અંદાજે 10 મિલિયન ડૉલર (આશરે 1 કરોડ ડૉલર) હતી.
વર્ષ 2025 માં વ્હિસલબ્લોઅર (Whistleblower) દ્વારા કરાયેલા આક્ષેપો અને ‘સેન ફ્રાન્સિસ્કો સ્ટાન્ડર્ડ’ (San Francisco Standard) ના અહેવાલો બાદ કંટ્રોલર અને સિટી એટર્ની દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી હતી. આરોપ છે કે તાજેલ શાહે બિડિંગ પ્રોસેસના (Bidding Process) સ્કોરિંગ ક્રાઇટેરિયામાં ફેરફાર કરાવીને આ કંપનીને પસંદગીનો વેન્ડર (Vendor) બનાવવામાં મદદ કરી હતી. એટલું જ નહીં, તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે શાહે પોતાની ભત્રીજીને આ કંપનીની સિસ્ટર ફર્મમાં પેઇડ કન્સલ્ટિંગનું (Paid Consulting Work) કામ પણ અપાવ્યું હતું.
મીડિયા સ્ક્રુટિની વધ્યા બાદ સપ્ટેમ્બર 2025 માં કંપનીએ કોન્ટ્રાક્ટ વાટાઘાટોમાંથી પીછેહઠ કરી હતી. ત્યારબાદ તાજેલ શાહને પેઇડ લીવ (Paid Leave) પર મોકલી દેવાયા હતા અને નવેમ્બર 2025 માં તેમણે આશરે 1,00,000 ડૉલરની સેટલમેન્ટ ડીલ (Settlement Agreement) સાથે રાજીનામું આપી દીધું હતું. જોકે, શાહે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે તેમણે હંમેશા શહેરના હિતમાં જ કામ કર્યું છે.
સુરતી લેવા પાટીદાર સમાજના લાભાર્થે ૨૭ મી સપ્ટેમ્બર ના રોજ કિર્તીદાન ગઢવી ના અમેરિકામાં ગરબા…
અદાણીના મુંબઈ એરપોર્ટના પુનઃવિકાસ (Redevelopment) અંગે શા માટે વિવાદ અદાણી સંચાલિત MIAL એ 25 ઓક્ટોબરથી…
પ્રવાસના પ્રથમ તબક્કામાં સભ્યો Hagerman National Wildlife Refuge પહોંચ્યા હતા ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)…
અમેરિકાના કેલિફોર્નિયામાં SFO ખાતે નવનિયુક્ત કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત યોજાયું. સી. પટેલ (ફ્રીમોન્ટ)…
ચરાડવા ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ડો. એચ. એલ. ત્રિવેદી…
Norwalk Navratri Schedule | अमेरिका के कैलिफोर्निया स्थित नॉरवॉक के प्रसिद्ध राधाकृष्ण मंदिर (12634 Pioneer…