Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે રેસ, આઈડેન્ટિટી અને ઇમિગ્રેશન મુદ્દે આપી ચેતવણી

Chief Editor September 22, 2026
Former UK Prime Minister Rishi Sunak speaking about race, identity, and immigration

Rishi Sunak | બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે રેસ, આઈડેન્ટિટી અને ઇમિગ્રેશન મુદ્દે ચેતવણી આપી છે કે બ્રિટિશ નાગરિકતા કે ઓળખને માત્ર ત્વચાના રંગ સાથે જોડવી જોઈએ નહીં.

સુનકે પોતાની આગવી શૈલીમાં જણાવ્યુ કે બ્રિટિશ સમાજમાં અશ્વેત લોકો સામે અમુક વર્ગ દ્વારા ઉભા કરવામાં આવતા સવાલો ચિંતાજનક છે.

Join Our WhatsApp Group

સન્ડે ટાઇમ્સમાં લખાયેલી કોલમમાં સુનકે જણાવ્યું કે ભૂતકાળમાં સરકારે ઇમિગ્રેશન નિયંત્રિત કરવામાં નિષ્ફળતા દર્શાવી છે. જેના કારણે આજે દેશમાં વિવિધ સમસ્યાઓ ઊભી થઈ છે.

તેમણે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આપેલા પોતાના પ્રવચનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે રમતગમત હંમેશાં લોકોને જોડવાનું કામ કરે છે, પરંતુ સમાજમાં ફૂટ ન પડવી જોઈએ.

સુનકે 1990ના પ્રખ્યાત ‘ટેબિટ ટેસ્ટ’ (Tebbit Test) નો ઉલ્લેખ કર્યો. આ ટેસ્ટ અનુસાર ઇમિગ્રન્ટ્સ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને સપોર્ટ કરીને પોતાને દેશના હિસ્સા તરીકે સ્વીકારે છે કે નહીં તેની ચકાસણી થતી હતી.

સુનકે જણાવ્યું કે તે સમયે આ ટેસ્ટ કોઈપણ વ્યક્તિ પાસ કરી શકતી હતી કારણ કે જો તમે ઈંગ્લેન્ડને સપોર્ટ કરતા તો તમારી ચામડીના રંગને ધ્યાનમાં લીધા વિના તમને ટીમનો ભાગ માનવામાં આવતા હતા.

જોકે, સુનકે ‘રિવર્સ ટેબિટ ટેસ્ટ’ નો ઉલ્લેખ કરીને જણાવ્યું કે આજના સમયમાં અશ્વેત લોકો માટે આ સ્થિતિ બદલાઈ ગઈ છે. જો કોઈ વ્યક્તિ અશ્વેત હોય, તો તે ગમે તેને સપોર્ટ કરે પરંતુ તેને ક્યારેય સાચા અર્થમાં અંગ્રેજ કે બ્રિટિશ માનવામાં આવતો નથી.

યુકેના પ્રથમ ભારતીય મૂળના પીએમ રહેલા ઋષિ સુનકે સ્પષ્ટ કર્યું કે બ્રિટિશ રાજકારણમાં ફરીથી જાતિવાદને પ્રવેશ આપવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે આપણે કોઈ પણ ભોગે દેશવાસીઓને એકબીજા સામે લડવા દઈ શકીએ નહીં. ઇમિગ્રેશન અને ઓળખના આ નવા વિવાદે યુકેના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Rishi Sunak (ઋષિ સુનક) UK (બ્રિટન)

Post navigation

Previous: ચાર મહિલાઓ પર શોષણનો આરોપ: 73 વર્ષીય ‘હીલર’ પાલ સિંહની ધરપકડ, પોલીસ અન્ય પીડિતોની શોધમાં
Next: ઇટાલીની સ્કૂલોમાં બુરખા અને નિકાબ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી, પીએમ જ્યોર્જિયા મેલોનીનો પ્રસ્તાવ
Follow

Recent Posts

  • ગૂગલ હવે ચાઇલ્ડ અબ્યુઝ કન્ટેન્ટ સીધો જ ભારતીય ઓથોરિટીને રિપોર્ટ કરશે
  • AI ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું માનવું છે નોકરીઓનું સર્જન નહીં કરે
  • મહારાષ્ટ્રના મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલની ભત્રીજી નીલા વિખે પાટીલ સ્વીડનની સંસદમાં ચૂંટાયા
  • અમેરિકામાં હત્યા કરાયેલી કેરળની બે મહિલાઓના મૃતદેહ વતન પરત પહોંચ્યા, પરિવારજનોમાં શોક
  • ઇટાલીની સ્કૂલોમાં બુરખા અને નિકાબ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી, પીએમ જ્યોર્જિયા મેલોનીનો પ્રસ્તાવ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.