emmanuel macron narendra modi
મુંબઈ (Mumbai): ભારતના ચાર દિવસના પ્રવાસે આવેલા ફ્રાંસના (France) રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વચ્ચે આજે મુંબઈના લોકભવનમાં એક ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશોએ સંરક્ષણ (Defence) અને ટેકનોલોજી ક્ષેત્રે અનેક મહત્વના કરારો કર્યા છે, જેમાં સૌથી આકર્ષક પ્રોજેક્ટ ‘માઉન્ટ એવરેસ્ટ’ (Mount Everest)ની ઊંચાઈ સુધી ઉડી શકે તેવા H-125 હેલિકોપ્ટરનું ભારતમાં ઉત્પાદન કરવાનો છે.
વ્યૂહાત્મક ભાગીદારીનો નવો અધ્યાય
PM મોદીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ફ્રાન્સ ભારતનું સૌથી જૂનું વ્યૂહાત્મક ભાગીદાર (Strategic Partner) છે. હવે આપણે આ સંબંધોને ‘સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ (Special Global Strategic Partnership) તરીકે આગળ વધારી રહ્યા છીએ. આ ભાગીદારી માત્ર બે દેશો માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્થિરતા (Global Stability) માટે પણ મજબૂત તાકાત બનશે.”
H-125 હેલિકોપ્ટર: ‘મેડ ઇન ઇન્ડિયા’ નો નવો રેકોર્ડ
આ બેઠકની સૌથી મોટી જાહેરાત હેલિકોપ્ટર ડીલને લઈને હતી. પીએમ મોદીએ ગર્વ સાથે કહ્યું કે “ભારત અને ફ્રાન્સ મળીને માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સુધી ઉડી શકે તેવું વિશ્વનું પ્રથમ હેલિકોપ્ટર બનાવશે. આ હેલિકોપ્ટરનું ઉત્પાદન ભારતમાં થશે અને ત્યારબાદ તેને સમગ્ર વિશ્વમાં નિકાસ (Export) કરવામાં આવશે.”
ઇનોવેશન અને શિક્ષણ પર ભાર
બંને નેતાઓએ વર્ષ 2026 ને ‘ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ’ (India-France Year of Innovation) તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત કેટલાક મહત્વના કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે. (1) સ્વાસ્થ્ય ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ઇન્ડો-ફ્રેન્ચ સેન્ટર. (2) ડિજિટલ સાયન્સ (Digital Science) અને ટેકનોલોજી માટે વિશેષ કેન્દ્ર. (3) એરોનોટિક્સ ક્ષેત્રે (Aeronautics Sector) કૌશલ્ય વર્ધન (Skill Development) માટે નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ.
વૈશ્વિક શાંતિ માટે પ્રતિબદ્ધતા
પીએમ મોદીએ વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધો અને આતંકવાદ (Terrorism) મુદ્દે પણ ફ્રાન્સ સાથે મળીને કામ કરવાની વાત કરી હતી. તેમણે યુક્રેન અને પશ્ચિમ એશિયામાં શાંતિના પ્રયાસોનું સમર્થન કર્યું હતું. સાથે જ ફ્રાન્સમાં ‘સ્વામી વિવેકાનંદ કલ્ચરલ સેન્ટર’ (Swami Vivekananda Cultural Centre) શરૂ કરવાની જાહેરાત કરીને સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવ્યા છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…