Gujarat Development

‘PARAKH CELL’ અને ‘DigiLocker’ સેવાઓ

NEP-૨૦૨૦ અન્વયે શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા દ્વારા ‘PARAKH CELL’ અને ‘DigiLocker’ સેવાઓનો શુભારંભ કરાવ્યો

‘PARAKH CELL’ ના પ્રારંભથી વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીથી મુક્ત બની ક્ષમતા-આધારિત શિક્ષણ મેળવશે: શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા
ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વકાંક્ષી ડિજિટલ નિર્ણય: હવે ધો-૧૦ અને૧૨ના પરિણામ બાદ માર્કશીટ સીધી ‘ડીજીલોકર’ પર મળશે :- શ્રી પ્રદ્યુમન વાજા

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના સફળ અમલીકરણના ભાગરૂપે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજાના વરદ હસ્તે ‘PARAKH CELL’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ‘ડિજિટલ ઇન્ડિયા‘ પ્રોગ્રામને વધુ વેગ આપતાં, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષાઓની માર્કશીટ ‘ડીજીલોકર‘ (DigiLocker) પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવાની મહત્વકાંક્ષી ડિજિટલ સેવાનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ નવીન સુવિધાથી વિદ્યાર્થીઓ માટે માર્કશીટ ડાઉનલોડ કરવી તથા તેની ચકાસણી -વેરિફિકેશન કરાવવાની કામગીરી અત્યંત સરળ અને ઝડપી બનશે.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ એ દેશના શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવનારી નીતિ છે. રાજ્યના વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાનું ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પારદર્શી મૂલ્યાંકન વ્યવસ્થા મળે તે માટે ગુજરાત સરકાર સતત કટિબદ્ધ છે. PARAKH CELL ના પ્રારંભથી આપણા વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીથી મુક્ત થઈ ક્ષમતા-આધારિત શિક્ષણ તરફ આગળ વધશે તેઓ વિશ્વાસ મંત્રી શ્રી વાજાએ વ્યકત કર્યો હતો.

વધુમાં મંત્રી શ્રી વાજાએ ઉમેર્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી ધોરણ-૧૦ અને ૧૨ની જાહેર પરીક્ષાઓના પરિણામ જાહેર થયા બાદ તમામ માર્કશીટ હવેથી ડીજીલોકર (DigiLocker) પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધા હેઠળ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ સુધીના ધોરણ-૧૦ અને ૧૨ના આશરે ૧ કરોડ વિદ્યાર્થીઓની માર્કશીટ ડીજીલોકર પર અપલોડ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ ડીજીલોકર એપ્લિકેશન દ્વારા પોતાની ડિજિટલ માર્કશીટ સરળતાથી ડાઉનલોડ કરી શકશે. આનાથી દેશ-વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કે રોજગારી માટે માર્કશીટની ચકાસણી -વેરિફિકેશન પ્રક્રિયા અત્યંત સુલભ બનશે. શિક્ષણ અને ટેકનોલોજીનો આ સુમેળ ગુજરાતના શૈક્ષણિક ભવિષ્યને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

આ પ્રસંગે સમગ્ર પ્રક્રિયા ટીમ વર્ક સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ શ્રી પ્રદ્યુમન વાજાએ શિક્ષણ વિભાગ તથા ગુજરાત બોર્ડની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, NCERT હેઠળ રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર તરીકે PARAKH (Performance Assessment, Review, and Analysis of Knowledge for Holistic Development) ની સ્થાપના કરવામાં આવી છે. તેના માર્ગદર્શન હેઠળ રાજ્ય કક્ષાએ કાર્યરત ‘PARAKH CELL’ ક્ષમતા-આધારિત પ્રશ્નબેંક અને મૂલ્યાંકન સાધનો તૈયાર કરશે. આ ઉપરાંત, રાજ્યની ભાષા અને અભ્યાસક્રમ અનુસાર ‘હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ’ (HPC) નું અમલીકરણ કરવામાં આવશે તથા શિક્ષકો અને પ્રશ્નપત્ર નિર્માતાઓને આધુનિક મૂલ્યાંકન પદ્ધતિઓ માટે તાલીમ અને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવશે. સાથે જ, PARAKH ITMS જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ પારદર્શક અને મજબૂત બનાવવામાં આવશે.

આ પ્રસંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ચેરમેનશ્રી એમ. એ. પંડ્યા, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ શ્રી મનુભાઈ પાવરા, GSEB ના નાયબ અધ્યક્ષ શ્રી એ. બી. રાદડિયા, સંયુક્ત નિયામક શ્રી બી. એન. રાજગોર, બોર્ડના સચિવ શ્રી આર. આર. વ્યાસ સહિત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અન્ય ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chief Editor

Recent Posts

‘વિકસિત ભારત સંકલ્પ સભા’ – સેવા જ્યોતિ યાત્રા’

સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’* *દેવભૂમિ દ્વારકા, વલસાડ, ગીર સોમનાથ, સાબરકાંઠા,પાટણ, બોટાદ અને જૂનાગઢ જિલ્લામાં ‘વિકસિત ભારત…

4 hours ago

‘વારાણસીથી વડનગર સેવા યાત્રા સંપન્ન

'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વડનગરમાં ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો ગૌરવશાળી સમાપન સમારોહ સંપન્ન -------------- મુખ્યમંત્રી…

4 hours ago

કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા

સુરતી લેવા પાટીદાર સમાજના લાભાર્થે ૨૭ મી સપ્ટેમ્બર ના રોજ કિર્તીદાન ગઢવી ના અમેરિકામાં ગરબા…

2 days ago

અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ

અદાણીના મુંબઈ એરપોર્ટના પુનઃવિકાસ (Redevelopment) અંગે શા માટે વિવાદ અદાણી સંચાલિત MIAL એ 25 ઓક્ટોબરથી…

2 days ago

ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ

પ્રવાસના પ્રથમ તબક્કામાં સભ્યો Hagerman National Wildlife Refuge પહોંચ્યા હતા ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)…

2 days ago

કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત

અમેરિકાના કેલિફોર્નિયામાં SFO ખાતે નવનિયુક્ત કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત યોજાયું. સી. પટેલ (ફ્રીમોન્ટ)…

2 days ago