Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • World
  • પલેન્ટિયર: અમેરિકા અને ઈઝરાયેલની ગુપ્તચર એજન્સીઓ પાછળની શક્તિશાળી AI કંપની

પલેન્ટિયર: અમેરિકા અને ઈઝરાયેલની ગુપ્તચર એજન્સીઓ પાછળની શક્તિશાળી AI કંપની

Chief Editor January 6, 2026
Palantir: Intelligence behind the US and Israel

નવી દિલ્હી: યુદ્ધ અને સંઘર્ષના સમયમાં હથિયારો બનાવતી કંપનીઓ તો નફો કરે જ છે, પરંતુ હવે ડેટા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વેચતી કંપનીઓ પણ અત્યંત શક્તિશાળી બની ગઈ છે. આવી જ એક વિવાદાસ્પદ અને પાવરફુલ ટેક કંપની છે ‘પલેન્ટિયર’ (Palantir), જે અમેરિકા અને ઈઝરાયેલની સેના માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

કંપનીની શરૂઆત: પલેન્ટિયર (Palantir)ની સ્થાપના 2003માં અમેરિકન અબજોપતિ પીટર થેલ (PayPal ના સહ-સ્થાપક) અને એલેક્સ કાર્પ (alex karp) દ્વારા કરવામાં આવી હતી. કંપનીનું નામ ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ ફિલ્મના એક જાદુઈ પથ્થર પરથી રાખવામાં આવ્યું છે જે દૂરનું જોઈ શકે છે.

શું કામ કરે છે આ કંપની? પલેન્ટિયર પોતે ડેટા એકઠો કરતી નથી, પરંતુ તે એવી સિસ્ટમ અને સોફ્ટવેર બનાવે છે જે સરકારી સંસ્થાઓને તેમનો ડેટા એનાલાઈઝ કરવામાં મદદ કરે છે. તેની પાસે ‘ગૌતમ’ (Gotham) નામનો સોફ્ટવેર છે જેનો ઉપયોગ આતંકવાદ સામે લડવા અને યુદ્ધના મેદાનમાં નિર્ણયો લેવા માટે થાય છે.

અમેરિકા અને ઈઝરાયેલ સાથે સંબંધ: અમેરિકામાં પલેન્ટિયર (Palantir) સીઆઈએ (CIA), એફબીઆઈ (FBI) અને ઇમિગ્રેશન એજન્સીઓ સાથે કામ કરે છે. તે લોકોને ટ્રેક કરીને ડિપોર્ટ કરવામાં મદદરૂપ થાય છે

ઈઝરાયેલના સંરક્ષણ મંત્રાલય સાથે તેની વ્યૂહાત્મક ડીલ છે. રિપોર્ટ્સ મુજબ, ગાઝામાં ઈઝરાયેલ જે એઆઈ ટાર્ગેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે તેમાં પલેન્ટિયર (Palantir) સોફ્ટવેર ઇન્ટિગ્રેટ થયેલ છે.

વિવાદો અને ટીકા:  માનવાધિકાર સંગઠનો આ કંપનીની ટીકા કરી રહ્યા છે કારણ કે તેના સોફ્ટવેરથી નાગરિકોના મૃત્યુ અને પ્રાઈવસીના ભંગના આરોપો લાગ્યા છે. અમેરિકામાં વિરોધ પ્રદર્શકોએ પલેન્ટિયરની ઓફિસો બ્લોક કરી હતી અને માંગ કરી હતી કે કંપની ઈઝરાયેલી સેના માટે કામ કરવાનું બંધ કરે.

કંપનીનો પક્ષ: કંપનીનું કહેવું છે કે તેમના સોફ્ટવેર રાષ્ટ્રીય સુરક્ષા માટે છે અને તે ટાર્ગેટને એટલું સચોટ બનાવે છે કે ઓછું નુકસાન થાય છે. તેઓ તેને ‘ઓગમેન્ટેડ ઇન્ટેલિજન્સ’ કહે છે, જેમાં અંતિમ નિર્ણય તો મનુષ્ય જ લે છે.

નિષ્કર્ષ: રાષ્ટ્રીય સુરક્ષા અને માનવાધિકાર વચ્ચેના સંઘર્ષમાં પલેન્ટિયર કેન્દ્ર સ્થાને છે. શું સુરક્ષા માટે ટેકનોલોજી દ્વારા થતી દેખરેખ આપણી આઝાદી અને પ્રાઈવસી કરતા વધુ મહત્વની છે? તે એક મોટો પ્રશ્ન છે.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: CIA (સીઆઈ) FBI (એફબીઆઈ) Palantir (પલેન્ટિયર)

Post navigation

Previous: ઈન્ટરનેટ એડિક્શન: જ્યારે જીવન માત્ર ‘ઓનલાઇન’ બની જાય ત્યારે શું થાય? તો જુઆ વીડિયો
Next: માદુરો બાદ ખામેનેઈનો વારો? સત્તાપલટો માટે ઇરાનના ક્રાઉન પ્રિન્સનું મોટું નિવેદન

Related News

Iran Attack russia usa israel

‘ટ્રમ્પે બતાવી દીધો અસલી રંગ…’, શું ઈઝરાયલ-US ના હુમલાથી ઈરાનને બચાવશે રશિયા?

Chief Editor February 28, 2026
US Israel attack Iran

અમેરિકા-ઈઝરાયલનો તહેરાન પર હવાઈ હુમલો, ઈરાને પણ બહેરીન-યુએઈમાં US બેઝ પર મિસાઈલો ઝીંકી

Chief Editor February 28, 2026
US-Iran talks conclude with claims of progress but few details

US Iran Deal: અમારી શરતો માનો નહીંતર હુમલા માટે તૈયાર રહો! ઈરાનને અમેરિકાની ધમકી

Chief Editor February 27, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

blackmail-prevention

પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર

Chief Editor February 28, 2026
Yuzvendra Chahal Shefali Bagga

યુઝવેન્દ્ર ચહલ સાથે નામ જોડાયા બાદ શેફાલી બગ્ગાએ તોડી ચુપકીદી, શું ક્રિકેટર સાથે કરશે લગ્ન?

Chief Editor February 28, 2026
Iran Attack russia usa israel

‘ટ્રમ્પે બતાવી દીધો અસલી રંગ…’, શું ઈઝરાયલ-US ના હુમલાથી ઈરાનને બચાવશે રશિયા?

Chief Editor February 28, 2026
US Israel attack Iran

અમેરિકા-ઈઝરાયલનો તહેરાન પર હવાઈ હુમલો, ઈરાને પણ બહેરીન-યુએઈમાં US બેઝ પર મિસાઈલો ઝીંકી

Chief Editor February 28, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.