Pakistan Afghanistan Conflict
Pakistan-Afghanistan conflict: સીમા વિવાદ (Border Dispute) અને આતંકવાદી હુમલાઓને કારણે યુદ્ધની અણીએ પહોંચેલા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન (Afghanistan) વચ્ચે ઈદ-ઉલ-ફિત્ર (Eid-ul-Fitr) ના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને સીઝફાયર (Ceasefire) ની જાહેરાત કરવામાં આવી છે. સાઉદી અરેબિયા (Saudi Arabia), તૂર્કિયે (Turkiye) અને કતાર (Qatar) જેવા મિત્ર દેશોની મધ્યસ્થી બાદ બંને પક્ષોએ લશ્કરી કાર્યવાહી સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.
ઓપરેશન ‘ગઝ્બ-લિલ-હક’ (Operation Ghazb-lil-Haq) પર અસ્થાયી બ્રેક પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ તરારએ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ‘X’ પર આ અંગેની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, ‘ઓપરેશન ગઝ્બ-લિલ-હક’ હેઠળ સરહદી વિસ્તારોમાં ચાલી રહેલા હુમલાઓને 18 માર્ચની મધ્યરાત્રિથી 23 માર્ચ સુધી રોકી દેવામાં આવશે. જોકે, પાકિસ્તાને ચેતવણી આપી છે કે જો સરહદ પારથી કોઈ ઉશ્કેરણીજનક હુમલો થશે, તો આ ઓપરેશન (Operation) ફરી શરૂ કરાશે.
અફઘાનિસ્તાનનો વળતો પ્રતિસાદ પાકિસ્તાનની જાહેરાતના કલાકો બાદ અફઘાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે પણ સુરક્ષા દળો (Security Forces) દ્વારા સંરક્ષણ કામગીરી સ્થગિત કરવાની પુષ્ટિ કરી હતી. મુજાહિદે જણાવ્યું હતું કે, અમે ઈદના અવસરે અને મિત્ર દેશોના માન ખાતર વિરામ રાખ્યો છે, પરંતુ કોઈપણ આક્રમણનો જવાબ આપવા અમે તૈયાર છીએ.
હોસ્પિટલ પર હુમલો અને સામૂહિક અંતિમ સંસ્કાર આ સીઝફાયર એવા સમયે આવ્યો છે જ્યારે અફઘાનિસ્તાને પાકિસ્તાન પર કાબુલ (Kabul) ની ‘ઓમિદ’ હોસ્પિટલ (Omid Hospital) પર હુમલો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. અફઘાન અધિકારીઓએ દાવો કર્યો હતો કે, પાકિસ્તાની હવાઈ હુમલામાં 408 લોકોના મોત થયા છે. જોકે, પાકિસ્તાને આ આરોપને પ્રોપગેન્ડા (Propaganda) ગણાવી નકારી કાઢ્યા છે.
