Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

સાયબર ગુનેગારોના નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા “ઓપરેશન મ્યૂલ હન્ટ”

Chief Editor December 8, 2025
Operation Mule Hunt to dismantle cyber criminal networks

Operation Mule Hunt to dismantle cyber criminal networks
જે નિર્દોષ ખાતાધારકના એકાઉન્ટમાં પૈસા આવી ગયા હોય અને સાઇબર ક્રાઇમમાં કોઈ કનેક્શન ન હોય તેમનું વેરિફિકેશન કરવું, બિનજરૂરી હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવુ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે “ઓપરેશન મ્યૂલ હન્ટ” અંગે સમીક્ષા બેઠક યોજાઈ

સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા વિવિધ સાયબર ગુનાઓના કરવામાં આવેલા ડિટેલ એનાલિસિસ આધારે બેંકથી લઈ પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત બાબતો પર ચેકીંગ/ વેરિફિકેશન ડ્રાઇવ યોજી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા “ઓપરેશન મ્યૂલ હન્ટ” અંતર્ગત ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે “ઓપરેશન મ્યૂલ હન્ટ” અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના નાગરિકોને સાયબર સિક્યોર રાખવા અને વિવિધ સાયબર ગુનાઓના ડિટેલ એનાલિસિસ આધારે બેંકથી લઈ પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત બાબતો પર ચેકીંગ/ વેરિફિકેશન ડ્રાઇવ યોજી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે આ બેઠકનું આયોજન કરાયું હતું.

“ઓપરેશન મ્યૂલ હન્ટ” અંતર્ગત ઇન્ટર કો-ઓર્ડિનેશન વધુ મજબૂત કરવા વિડિઓ કોન્ફરન્સ મારફતે યોજાયેલી આ બેઠકમાં સીઆઈડી ક્રાઈમ ડીજીપી, પોલીસ કમિશનરશ્રીઓ, તમામ રેન્જ આઇજીશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રીઓ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જોડાયા હતા.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ “ઓપરેશન મ્યૂલ હન્ટ” ડ્રાઇવ અંતર્ગત સાયબર ક્રાઈમ પ્રિવેન્શન અને ડિટેક્શનને વધુ વેગ આપવા અને તમામ એકમો વચ્ચેનું સંકલન મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ બેઠકમાં સ્પષ્ટ સૂચના આપી હતી કે, સાયબર ગુનેગારોને પકડવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવે. આ ડ્રાઇવનો હેતુ માત્ર નાણાં ટ્રાન્સફર કરનાર બેંકના મ્યૂલ એકાઉન્ટ ઓપરેટર સુધી જ નહીં, પરંતુ આ સમગ્ર નેટવર્કના “આકાઓ” સુધી પહોંચવાનો છે.

આ ડ્રાઇવમાં રાજ્યના તમામ યુનિટ્સ અને તમામ પોલીસ સ્ટેશનોએ સક્રિયપણે જોડાવા આદેશ કરવામાં આવ્યો છે.

આ બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા એક મહત્વની બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે પોલીસ કાર્યવાહીમાં કોઈ નિર્દોષ નાગરિકને બિનજરૂરી હેરાનગતિ ન થાય. જે ખાતાધારકનું સાઇબર ક્રાઇમમાં કોઈ કનેક્શન ન હોય, માત્ર ખાતામાં પૈસા આવ્યા હોય, તેમનું યોગ્ય વેરિફિકેશન કરવામાં આવે. નિર્દોષ નાગરિકો સાથે બિનજરૂરી હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા આદેશ આપવામાં આવ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Harsh Sanghavi (હર્ષ સંઘવી) operation mule hunt (ઓપરેશન મ્યૂલ હન્ટ)

Post navigation

Previous: શિક્ષકો આજે પણ આદિવાસી વિસ્તારમાં રહેવા તૈયાર નથી : આનંદીબેન પટેલ
Next: આધુનિક યુગની મીરાં નામે પીંકી શર્મા
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • એપ્રિલથી ઑક્ટોબર 2026 દરમિયાન 30 મિલિયન ટન માલનું લદાન કર્યું
  • વિકસિત ગુજરાત@૨૦૪૭ : હાયર એજ્યુકેશન ફોર ફ્યુચર વર્કફોર્સ રેડીનેસ કોન્ફરન્સ
  • ब्रिटेन में कार रेस में मां-बेटी की मौत, भारतीय मूल के 2 युवकों को 28 साल की जेल
  • ઓમાન નજીક કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાતના એક ખલાસીનું મોત, 13 સુરક્ષિત બચાવ્યા
  • બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.