Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Gujarat
  • Gujarat Development
  • માર્ગ નિર્માણની ગુણવત્તામાં કોઈ સમાધાન નહીં: ગડકરી અને CM પટેલે NHAIને આપી કડક તાકીદ

માર્ગ નિર્માણની ગુણવત્તામાં કોઈ સમાધાન નહીં: ગડકરી અને CM પટેલે NHAIને આપી કડક તાકીદ

Chief Editor November 29, 2025
No compromise on quality of road construction Gadkari and CM Patel give strict orders to NHAI

No compromise on quality of road construction Gadkari and CM Patel give strict orders to NHAI

Gujarat Government News | ગાંધીનગર ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના અધિકારીઓ અને ઇજારદારો સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં મંત્રી ગડકરીએ રસ્તાઓના નિર્માણ અને રિસર્ફેસિંગમાં ઉચ્ચ ગુણવત્તા જાળવવા અને નાગરિકોની સુવિધા-સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટે સ્પષ્ટ અને કડક નિર્દેશો આપ્યા હતા. તેમણે ચેતવણી આપી હતી કે, ગુણવત્તામાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી ચલાવી લેવાશે નહીં અને કડક કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. તમામ કાર્યો નક્કી કરેલી સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય મંત્રીને વિનંતી કરી હતી કે ગુજરાતના હાઇવે પર 35% થી વધુ ભારણ રહેતું હોવાથી તેનું યોગ્ય મરામત અને વિસ્તૃતિકરણ NHAI દ્વારા થતું રહે. મુખ્યમંત્રીની રજૂઆત પર ત્વરિત પ્રતિભાવ આપતા નીતિન ગડકરીએ ગુજરાતમાં NHAI હેઠળના વિવિધ પ્રોજેક્ટ્સ માટે રૂ. 20,000 કરોડ કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવાની ખાતરી આપી હતી. તેમણે અમદાવાદ-મુંબઈ, રાજકોટ-ગોંડલ-જેતપુર અને અમદાવાદ-ઉદેપુર જેવા મહત્વના માર્ગોના પ્રગતિ હેઠળના કામો ઝડપથી પૂરા કરવા પણ સૂચના આપી હતી.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Bhupendra Patel (ભૂપેન્દ્ર પટેલ) NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા) Nitin Gadkari (નિતિન ગડકરી)

Post navigation

Previous: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત: ધરમપુર PSVTC હવે PPP મોડેલ હેઠળ
Next: Gujarat’s 12th Chintan Shibir: CM Patel Leads Intensive Deliberations on ‘Viksit Gujarat @ 2047’

Related News

International Mother Language Day

વિશ્વ માતૃભાષા દિવસ: ગુજરાતી ભાષાના ગૌરવ અને સંવર્ધન માટે માહિતી કમિશનરની કચેરી ખાતે વિશેષ કાર્યશાળા

Chief Editor February 21, 2026
Ahmedabad Mobility Plan

ઓલિમ્પિક્સ 2036 માટે અમદાવાદ તૈયાર: 3000 ઈ-બસ અને મેટ્રો કનેક્ટિવિટી સાથે શહેરની કાયાપલટ થશે

Chief Editor February 21, 2026
surat diamond bourse

સુરત બન્યું ગ્લોબલ ટ્રેડ હબ: USD 10.55 બિલિયનની નિકાસ સાથે વિશ્વના બજારોમાં સુરતનો દબદબો

Chief Editor February 21, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

US F-15 fighter jet crashed in Kuwait

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

Chief Editor March 2, 2026
International Flights Cancelled

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

Chief Editor March 2, 2026
Copper Price

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

Chief Editor March 2, 2026
Gold and Silver

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે સોનું ₹1.66 લાખને પાર, જાણો આજના લેટેસ્ટ ભાવ

Chief Editor March 2, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.