Artemis II Mission
અમેરિકી સ્પેસ એજન્સી NASA એ બુધવાર, 1 April, 2026 ના રોજ Artemis-II મિશનને સફળતાપૂર્વક લોન્ચ કરીને ઇતિહાસ રચી દીધો છે. વર્ષ 1972 ના એપોલો-17 (Apollo-17) મિશન પછી ચંદ્રની આસપાસ જનારું આ પ્રથમ માનવસહિત મિશન (Manned Mission) છે. 322 ફૂટ લાંબા Space Launch System (SLS) રોકેટે ફ્લોરિડાના કેપ કેનાવેરલથી ભારતીય સમય અનુસાર રાત્રે 10:35 કલાકે ઉડાન ભરી હતી.
આર્ટિફિશિયલ મિશનની વિગતો: આ મિશનમાં ચાર અંતરિક્ષ મુસાફરો Orion ક્રૂ કેપ્સ્યુલમાં સવાર થઈને ચંદ્રની પરિક્રમા કરવા માટે 10 દિવસની સફરે નીકળ્યા છે. જોકે, આ મિશન ચંદ્રની સપાટી પર ઉતરવાનું નથી, પરંતુ ચંદ્રની આસપાસ ફરીને પૃથ્વી પર સુરક્ષિત પરત ફરવાનું છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઊંડા અવકાશમાં (Deep Space) ઓરિઅન સ્પેસક્રાફ્ટની સિસ્ટમ્સનું પરીક્ષણ કરવાનો છે.
મિશનમાં વિલંબનું કારણ: શરૂઆતમાં આ મિશન 2024 માં લોન્ચ થવાનું હતું, પરંતુ ઓરિઅન કેપ્સ્યુલની હીટ શીલ્ડ (Heat Shield), હાઇડ્રોજન લીક અને અન્ય ટેકનિકલ સમસ્યાઓને કારણે તેને 2026 સુધી લંબાવવામાં આવ્યું હતું.

ચંદ્ર યાત્રાના ચાર હીરો:
- Reid Wiseman (50 વર્ષ, કમાન્ડર): નાસાના અનુભવી એસ્ટ્રોનોટ અને ભૂતપૂર્વ ISS કમાન્ડર.
- Victor Glover (49 વર્ષ, પાયલોટ): ચંદ્ર મિશન પર જનારા પ્રથમ અશ્વેત અંતરિક્ષ યાત્રી.
- Christina Koch (47 વર્ષ, મિશન સ્પેશિયાલિસ્ટ): સૌથી લાંબી સ્પેસફ્લાઇટનો રેકોર્ડ ધરાવનાર મહિલા એસ્ટ્રોનોટ.
- Jeremy Hansen (50 વર્ષ, મિશન સ્પેશિયાલિસ્ટ): કેનેડિયન સ્પેસ એજન્સીના સભ્ય અને ચંદ્રની મુસાફરી કરનારા પ્રથમ કેનેડિયન.
10 દિવસનો સંપૂર્ણ પ્લાન: યાત્રાના 5 મા દિવસે ઓરિઅન કેપ્સ્યુલ ચંદ્રના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં પ્રવેશ કરશે. 6 ઠ્ઠો દિવસ મિશનનો સૌથી મહત્વનો દિવસ હશે, જ્યારે કેપ્સ્યુલ ચંદ્રની સપાટીથી માત્ર 6,450 થી 9,650 કિલોમીટરની દૂરી પરથી પસાર થશે. આ દરમિયાન એસ્ટ્રોનોટ્સ ચંદ્રના અણદેખ્યા હિસ્સાનો ડેટા એકત્રિત કરશે.
વાપસી અને ભવિષ્યના મિશન: મિશનના 10 મા દિવસે એટલે કે 10 April, 2026 ના રોજ ઓરિઅન કેપ્સ્યુલ પૃથ્વીના વાતાવરણમાં 25,000 માઇલ પ્રતિ કલાકની ઝડપે પ્રવેશ કરશે અને પેસિફિક મહાસાગરમાં (Pacific Ocean) સ્પ્લેશડાઉન (Splashdown) કરશે. આ મિશનની સફળતા પછી, નાસા વર્ષ 2027 માં Artemis-III લોન્ચ કરશે, જેનો લક્ષ્ય ચંદ્ર પર માનવીને ઉતારવાનો છે. ત્યારબાદ 2028 માં ચંદ્ર પર કાયમી બેઝ સ્થાપવા માટે વાર્ષિક લેન્ડિંગ કરવાની યોજના છે.
