National

પ્રેમ પ્રકરણનો ભયાનક અંત, પંજાબમાં ઓફિસમાં ઘૂસી પૂર્વ પ્રેમીએ યુવતી પર છરીના ઘા ઝીંકી હત્યા કરી

Mohali Murder Case | પંજાબના મોહાલી (Mohali) માંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પ્રાઇવેટ કંપની (Private Company) માં ફરજ બજાવતી 30 વર્ષીય યુવતીની તેના જ ભૂતપૂર્વ પ્રેમીએ ઓફિસની અંદર ઘૂસીને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે.

આ ભયાનક વારદાત ઓફિસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. હુમલો કર્યા બાદ આરોપીએ પોતે પણ ગળું કાપીને આત્મહત્યા (Suicide) કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે બચી ગયો હતો અને હાલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

સામે આવેલા CCTV ફૂટેજ અનુસાર, યુવતી પોતાની ડેસ્ક (Desk) પર બેસીને રોજિંદું કામ કરી રહી હતી. તે દરમિયાન અચાનક આરોપી ત્યાં પહોંચ્યો અને તેના પર પાછળથી છરી વડે ગળાના ભાગે ઉપરાઉપરી હુમલા શરૂ કરી દીધા. છરીના પહેલાં ઘા બાદ યુવતી લોહીલુહાણ હાલતમાં જીવ બચાવવા માટે ઓફિસના મુખ્ય દરવાજા તરફ ભાગી હતી.

જોકે, ઉન્માદી બનેલા આરોપીએ તેને ગેટ પાસે ફરી પકડી પાડી અને નિર્દયતાથી છરીના અસંખ્ય ઘા ઝીંકી દીધા હતા. ઓફિસના અન્ય કર્મચારીઓ તેને બચાવવા માટે વચ્ચે આવ્યા હોવા છતાં આ સાયકો કિલર (Psycho Killer) અટક્યો ન હતો અને સતત હુમલો કરતો રહ્યો હતો.

ઘટના બાદ બંનેને ગંભીર હાલતમાં તાત્કાલિક ફોર્ટિસ હૉસ્પિટલ (Fortis Hospital) ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ યુવતીને મૃત જાહેર કરી હતી. મૃતકની ઓળખ પટિયાલાની રહેવાસી ડિમ્પલ તરીકે થઈ છે, જ્યારે હુમલાખોરની ઓળખ હરવિંદર સિંહ ઉર્ફે હેરી તરીકે થઈ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ડિમ્પલ અને હેરી બંને મોહાલીના ફેઝ 11 (Phase 11) માં આવેલી એક પેકર્સ એન્ડ મૂવર્સ કંપનીમાં છેલ્લા 3 વર્ષથી સાથે કામ કરતા હતા. આ દરમિયાન તેમની વચ્ચે મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. જોકે, આશરે 6 મહિના પહેલાં જ બંને વચ્ચે કોઈ કારણોસર બ્રેકઅપ (Breakup) થઈ ગયું હતું.

બ્રેકઅપના કારણે હેરી માનસિક રીતે ભાંગી પડ્યો હતો. તેણે ડિમ્પલ સાથે ફરી સંબંધ સુધારવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ ડિમ્પલે તેની સાથે જોડાવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. સંબંધો પુનઃ સ્થાપિત ન થઈ શકતા હેરી ભારે આક્રોશમાં હતો અને તેણે ડિમ્પલની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો.

ગુરુવારે સાંજે આશરે 7:40 વાગ્યે આરોપી હેરી ઓફિસ પહોંચ્યો હતો, જ્યાં કોઈ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે હેરીએ પોતાની સાથે લાવેલી છરી કાઢીને ડિમ્પલ પર હુમલો કરી દીધો. આ ભયાનક દ્રશ્ય જોઈને ઓફિસના અન્ય કર્મચારીઓમાં ભારે નાસભાગ અને ફફડાટ વ્યાપી ગયો હતો.

મોહાલીના ફેઝ-11 પોલીસ સ્ટેશનના એસએચઓ (SHO) અમન બૈદવાને જણાવ્યું કે ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ (Police Team) ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. ત્યારબાદ ફોરેન્સિક ટીમ (Forensic Team) ને બોલાવીને ઘટનાસ્થળેથી જરૂરી તમામ પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે.

પોલીસે ગુનાવાળી જગ્યાને સીલ કરી દીધી છે અને સીસીટીવી ફૂટેજ પણ પોતાના કબજામાં લઈ લીધા છે. પોલીસ આ મામલે મર્ડરનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

3 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

3 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

3 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago