અમદાવાદમાં નારોલ-નરોડા હાઇવે પર વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પલેક્ષની બે દુકાનોમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે, જેમાં ઓઇલની દુકાનમાં સૌથી ભીષણ આગ લાગી છે. જેનાથી જાહેર માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
પરિસ્થિતિ: હાઇવે પર વાહનોની અવરજવર હોવા છતાં ધુમાડાના ગોટેગોટાને કારણે માહોલ ગંભીર છે. આસપાસની અન્ય દુકાનો અને કોમ્પ્લેક્સની પાછળના રહેણાંક વિસ્તારમાં આગ ફેલાવવાનો ખતરો છે.
બચાવ કામગીરી:ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને છેલ્લા 40 મિનિટથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ આગ હજુ કાબૂમાં આવી નથી. ફાયરફાઇટર્સની સુરક્ષા માટે તેમના પર પણ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયરબ્રિગેડના ગજરાજ ટેન્કરમાં પણ આગ લાગી હતી, જેને જવાનોએ તરત પાણીનો મારો ચલાવીને કાબૂમાં લીધી છે.
