Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

પાલીતાણાના ગરાજીયા ગામમાં પશુપાલક પર સિંહણનો જીવલેણ હુમલો: વન વિભાગ સામે ગ્રામજનોમાં ભારે રોષ

Chief Editor July 6, 2026
Palitana Lion Attack

Palitana Lion Attack | ભાવનગર (Bhavnagar) જિલ્લાના પાલીતાણા (Palitana) તાલુકામાં આવેલા ગરાજીયા ગામે વન્ય પ્રાણીઓનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. ગરાજીયા ગામના વતની કાળુભાઇ બોઘાભાઈ પરમાર નામના પશુપાલક રોજની જેમ સીમ વિસ્તારમાં પોતાના માલઢોર ચરાવવા માટે ગયા હતા.

આ દરમિયાન અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલી સિંહણે તેમના પર જીવલેણ (Lion Attack) હુમલો કરી દીધો હતો. આ હિંસક હુમલામાં સિંહણે કાળુભાઈના શરીરના ઉપરના ભાગે પંજા માર્યા હતા અને તેમનો હાથ મોંમાં લઈ લીધો હતો, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

પશુપાલકની ચીસાચીસ અને પશુઓના હોબાળાને પગલે આસપાસથી સ્થાનિક લોકો દોડી આવતા સિંહણ ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને ઘાયલ પશુપાલકને તાત્કાલિક સારવાર માટે પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ (Hospital) ખાતે ખસેડવામાં આવ્યા છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

પાલિતાણા ના ના ગરજીયા ગામે માલધારી કાળુભાઈ ગમારા પર સિંહે કર્યો હુમલો કર્યો છે.

સીમ વિસ્તારમાં આવેલ માલધારીના ઘરે સિંહે કર્યો હુમલો કર્યો હતો, ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે.#Lion#Gir#Bhavnagar#AnimalAttack pic.twitter.com/zSN4ViANvB

— Dr. Kiran J Patel (@kiranpatel1977) July 6, 2026

સિંહ ઘરમાં ઘૂસી જતાં અફરાતફરી અને ભયનો માહોલ સ્થાનિક રહેવાસી હેમુભાઈ ગઢવીના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે અંદાજે 8:30 થી 9 વાગ્યાની આસપાસ બની હતી. સિંહણે નેહડું પાસેથી દોડીને પશુપાલક પર હુમલો કર્યો હતો. હુમલા બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ ત્યાંથી ભાગીને પોતાની બહેનના ઘરે અને ત્યારબાદ બીજા એક ઘરે ગયો હતો, જ્યાં સિંહ પણ પાછળ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઈજાગ્રસ્તના સગા જયેશ ગમારાના જણાવ્યા મુજબ, અગાઉ સિંહ હંમેશાં ગામની બહાર જ રહેતો હતો, પરંતુ આ પહેલીવાર બન્યું છે કે સિંહણ સીધી ઘરની અંદર સુધી આવી ગઈ છે. આ ઘટનાનો એક વીડિયો (Video) પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં સિંહ યુવકનો પગ પકડીને બેઠો હોય તેવું દ્રશ્યમાન થાય છે. આ ઘટના બાદ ગામના લોકોમાં એટલો ભય વ્યાપી ગયો છે કે તેઓ હવે પોતાના બાળકોને એકલા શાળાએ મોકલતા પણ ડરી રહ્યા છે.

વન વિભાગની મોડી કામગીરી સામે પરિવારનો આક્રોશ આ હિંસક ઘટના બાદ ઈજાગ્રસ્તના પરિવારજનો અને ગ્રામજનોમાં વન વિભાગ (Forest Department) સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારનો ગંભીર આક્ષેપ છે કે સિંહણના હુમલાની તુરંત જાણ કરવા છતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે લગભગ 2 કલાક મોડી પહોંચી હતી.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ આવ્યા ખરા પરંતુ માત્ર જોઈને જતા રહ્યા હતા અને કોઈ કડક પગલાં લીધા નહોતા તેમજ પૂછપરછ દરમિયાન યોગ્ય જવાબ પણ આપ્યો નહોતો.

ગરાજીયા અને આસપાસના ગામના લોકોએ વન વિભાગ પાસે ઉગ્ર માંગ કરી છે કે આ હિંસક સિંહણને વહેલી તકે પાંજરે પૂરીને (કબજે કરીને) માનવ વસ્તીથી દુર ખસેડવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ફરી ન બને.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Bhavnagar (ભાવનગર) Lion Attack (સિંહનો હુમલો) Palitana (પાલીતાણા)

Post navigation

Previous: રાજ્યપાલ સાથે GAS કેડરમાંથી IASમાં પ્રમોટ થયેલા અધિકારીઓની શુભેચ્છા મુલાકાત
Next: રેલ્વેની ચોમાસાની તૈયારી અને સલામતી પર ખાસ ધ્યાન
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.