Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

રાજ્યપાલ સાથે GAS કેડરમાંથી IASમાં પ્રમોટ થયેલા અધિકારીઓની શુભેચ્છા મુલાકાત

Chief Editor July 6, 2026
GAS to IAS Promotion
  • લોકોની સેવા એ જ આત્મસંતોષ અને સુખ મેળવવાનું સર્વોત્તમ માધ્યમ છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

GAS to IAS Promotion | ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ – જી.એ.એસ. કેડરમાંથી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ – આઈ.એ.એસ. કેડરમાં પ્રમોટ થયેલા અધિકારીઓએ આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યપાલશ્રીએ તમામ અધિકારીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

આ તકે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ઈશ્વરે આપણને બધાને સમાજ અને પ્રજાની સેવા કરવાનો બહુ મોટો અવસર આપ્યો છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈને કોઈ વિશેષતા લઈને જન્મે છે અને જો તે વિશેષતા પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવામાં આવે તો સમાજને તેનો મોટો લાભ મળે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે વિકસિત ભારત @ 2047ના સંકલ્પને આગળ વધારી રહ્યા છે, તેમાં આપણે સૌએ સાથે મળીને આવનારી પેઢીઓ માટે યોગદાન આપવું જ જોઈએ. લોકોની સેવા એ જ આત્મસંતોષ અને સુખ મેળવવાનું સર્વોત્તમ માધ્યમ છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, તેઓ વર્ષ ૨૦૦૫થી ગુજરાતમાં વહીવટી સેવાઓ આપી રહ્યા છે.

વર્ષ ૨૦૦૫ પછીનો સમયગાળો ઇ-ગવર્નન્સનો સંક્રાંતિકાળ હતો, જેમાં ઇલેક્ટ્રોનિક સિસ્ટમ દાખલ થઈ રહી હતી. તે સમયે મહેસૂલી રેકોર્ડ, રેશન કાર્ડ અને જમીન નોંધણીના જૂના રેકોર્ડ્સને કમ્પ્યુટરાઈઝ્ડ કરવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો અને લોકોને આ નવી વ્યવસ્થા સમજાવવી પડી હતી. રાજ્યપાલશ્રીએ અધિકારીઓની આ મહેનતને બિરદાવતા કહ્યું કે, તમારી આ મહેનત આવનારી પેઢીઓને ખૂબ કામ લાગશે.

રાજ્યપાલએ તમામ નવનિયુક્ત આઈ.એ.એસ. અધિકારીઓને અપીલ કરી હતી કે, તેઓ ફિલ્ડમાં પોતાના પોસ્ટિંગ દરમિયાન પ્રાકૃતિક કૃષિ મિશનમાં વિશેષ રુચિ દાખવે. તેમણે પર્યાવરણ અને સ્વાસ્થ્યની ચિંતા કરતા કહ્યું કે, જો આ પૃથ્વી પર શરીર અને જીવન જ સુરક્ષિત નહીં હોય, તો કશું જ બચશે નહીં; ના કોઈ સંબંધો રહેશે, ના કોઈ હોદ્દો.

રાસાયણિક ખાતરોથી આખું વાતાવરણ દૂષિત થઈ ગયું છે અને હોસ્પિટલો બીમાર લોકોથી ભરાઈ રહી છે. તેથી, સમાજના કલ્યાણ અને લોકોના સ્વાસ્થ્ય માટે તમે જ્યાં પણ પોસ્ટિંગ મેળવો ત્યાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે વહીવટી સ્તરે સક્રિય યોગદાન આપજો.

અધિકારીઓએ રાજ્યપાલના આ વિઝનને સહર્ષ સ્વીકારીને પ્રાકૃતિક કૃષિના જન-આંદોલનને મજબૂત કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Acharya Devvrat (આચાર્ય દેવવ્રત) GAS (ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) Gujarat Governor (ગુજરાતના રાજ્યપાલ) IAS (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)

Post navigation

Previous: ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા
Next: પાલીતાણાના ગરાજીયા ગામમાં પશુપાલક પર સિંહણનો જીવલેણ હુમલો: વન વિભાગ સામે ગ્રામજનોમાં ભારે રોષ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.