NRI News : આજકાલ યુવાનોમાં વિદેશ સ્થાયી થવાનો ક્રેઝ (Craze) ખૂબ વધી રહ્યો છે. ખાસ કરીને કેનેડા (Canada) અને અમેરિકા જવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. પરંતુ, શું વિદેશમાં જીવન ખરેખર એટલું જ રંગીન છે જેટલું સોશિયલ મીડિયા પર દેખાય છે? તાજેતરમાં એક ભારતીય પ્રોફેશનલ અને ઇન્ફ્લૂએન્સર (Influencer) સસ્વતે કેનેડા (Canada) છોડી ભારત પરત ફરવા પાછળના જે કારણો જણાવ્યા છે, તે દરેક ગુજરાતીએ સાંભળવા જેવા છે.
View this post on Instagram
પીઆર (PR) વગર કોર્પોરેટ નોકરી મળવી મુશ્કેલ
સસ્વતે જણાવ્યું કે ભારત પરત ફરવાનું સૌથી મોટું કારણ કામ હતું. કેનેડામાં જો તમારી પાસે પરમેનેન્ટ રેસીડેન્સી (Permanent Residency) ન હોય, તો સારી કોર્પોરેટ જોબ (Corporate Job) મળવાની તક માત્ર 1 થી 2 ટકા જ રહે છે. તેણે અનુભવ શેર કર્યો કે જે કંપનીમાં તે અત્યારે ભારતમાં કામ કરે છે, તે જ કંપનીની કેનેડા ઓફિસે તેને માત્ર PR ન હોવાને કારણે રિજેક્ટ (Reject) કર્યો હતો.
સંઘર્ષના 10 વર્ષ અને એકલતા
ઘણા લોકોને લાગે છે કે વિદેશ જઈને તરત જ લાઈફ સેટ (Life Set) થઈ જશે. પરંતુ સસ્વતના મતે, ત્યાં સ્થાયી થવા માટે 8 થી 10 વર્ષનો આકરો સંઘર્ષ કરવો પડે છે. આ સિવાય પરિવારથી દૂર રહેવાની એકલતા (Loneliness) વ્યક્તિને અંદરથી તોડી નાખે છે. ભારતમાં પરિવાર સાથેની નાની તકરાર પણ વિદેશની એકલતા કરતા ઘણી સારી છે.
ભારતમાં વધુ સારું જીવન (Quality of Life)
સસ્વત કહે છે કે કેનેડામાં રસ્તા અને હવા સારા હોઈ શકે છે, પરંતુ ત્યાં તમારા પરિવાર સાથેનો કિંમતી સમય ગુમાવવો પડે છે. તેના મતે, ભારત પરત ફરવાનો તેનો નિર્ણય 100% સાચો હતો, કારણ કે અહીં તે તેના પરિવારની નજીક છે અને પોતાની કરિયરમાં પણ સારી પ્રગતિ કરી રહ્યો છે.
