Business

RBI Shifts Gold: ભારત પોતાનું સોનું વિદેશથી કેમ પરત લાવી રહ્યું છે?

RBI Gold Transfer | ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા દેશના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક ઐતિહાસિક વ્યૂહરચના અમલમાં મૂકવામાં આવી રહી છે.

વૈશ્વિક અસ્થિરતા અને ભૌગોલિક-રાજકીય (Geopolitical) તણાવ વચ્ચે ભારત પોતાનું સોનું વિદેશી બેંકોમાંથી પરત ખેંચી રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, ઓક્ટોબર 2025 થી માર્ચ 2026 દરમિયાન ભારતે વિદેશમાંથી મોટા પાયે સોનું પરત મંગાવ્યું છે.

હાલમાં ભારત પાસે કુલ 880.52 ટન સોનાનો ભંડાર છે, જેમાંથી અંદાજે 77% એટલે કે 680 ટન સોનું હવે દેશની સુરક્ષિત તિજોરીઓમાં (Domestic Vaults) સંગ્રહિત છે.

આ આંકડો માર્ચ 2023 માં માત્ર 37% હતો, જે દર્શાવે છે કે RBI એ અત્યંત ટૂંકા ગાળામાં સોનાનું સ્થળાંતર ઝડપી બનાવ્યું છે. છેલ્લા છ મહિનામાં જ 104.23 ટન સોનું લંડનથી ભારત લાવવામાં આવ્યું છે.

આ ‘ગોલ્ડ રશ’ (Gold Rush) પાછળનું મુખ્ય કારણ સુરક્ષા અને સ્વાયત્તતા છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમી દેશો દ્વારા રશિયાની સંપત્તિ ફ્રીઝ (Freeze) કરવામાં આવતા વિશ્વભરની સેન્ટ્રલ બેંકોમાં ફાળકો પડ્યો છે.

નિષ્ણાતોનું માનવું છે કે જો સોનું તમારા પોતાના નિયંત્રણમાં ન હોય, તો કટોકટીના સમયે તેનો ઉપયોગ જોખમી બની શકે છે. અગાઉ લિક્વિડિટી (Liquidity) માટે સોનું બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાં રાખવામાં આવતું હતું, પરંતુ હવે દેશે આર્થિક સુરક્ષા (Economic Security) પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અત્યારે ભારતની કુલ વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો વધીને 16.7% થયો છે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ

THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…

16 hours ago

અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો

Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…

16 hours ago

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

3 days ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

3 days ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

3 days ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

3 days ago