Barrierless Toll Surat | પરિવહન ક્ષેત્રે સુરતે (Surat) આજે દેશભરમાં ડંકો વગાડ્યો છે. ભારતનો સૌપ્રથમ Barrierless (બેરિયરલેસ) ટોલ પ્લાઝા આજથી એટલે કે 1 મે, 2026 થી સુરતમાં વિધિવત રીતે શરૂ થઈ ગયો છે. આ નવી ટેકનોલોજીના આગમન સાથે હવે વાહનચાલકોએ ટોલ નાકા પર લાંબી કતારોમાં ઉભા રહેવાની કડાકૂટમાંથી મુક્તિ મળશે.
સુરત અને ભરૂચ વચ્ચેના NH48 (મુંબઈ-દિલ્હી હાઈવે) પર છેલ્લા 2 મહિનાથી આ આધુનિક સિસ્ટમનું Trial (ટ્રાયલ) ચાલી રહ્યું હતું. National Highways Authority of India (NHAI) દ્વારા હાથ ધરાયેલું આ ટેસ્ટિંગ સફળ રહેતા કામરેજ પાસે આ સુવિધા લોન્ચ કરવામાં આવી છે.
આ વ્યવસ્થા મુખ્યત્વે Automatic Number Plate Recognition (ANPR) ટેકનોલોજી પર આધારિત છે. હાઈવે પર લગાવેલા હાઈ-રિઝોલ્યુશન કેમેરા પસાર થતી ગાડીઓની નંબર પ્લેટ સ્કેન કરશે અને FASTag (ફાસ્ટેગ) સાથે જોડાયેલા ખાતામાંથી રકમ સીધી જ ડેબિટ થઈ જશે.
આ ટેકનોલોજીને કારણે હવે વાહનો 80 km/h (કિમી પ્રતિ કલાક) ની ઝડપે ટોલ પ્લાઝા પરથી પસાર થઈ શકશે. આ Contactless (સંપર્ક રહિત) પ્રક્રિયાથી વાર્ષિક અંદાજે 1500 કરોડ રૂપિયાના બળતણની બચત થશે.
કેન્દ્ર સરકાર વર્ષ 2026 ના અંત સુધીમાં દેશના 1050 થી વધુ ટોલ પ્લાઝાને આ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) બેઝ્ડ સિસ્ટમથી સજ્જ કરવાનું લક્ષ્ય ધરાવે છે. કામરેજ અને ચોર્યાસી જેવા વ્યસ્ત વિસ્તારોમાં હવે ટ્રાફિક જામ ભૂતકાળ બની જશે, જેનાથી મુસાફરી વધુ ઝડપી અને સુવિધાજનક બનશે.
अमेरिका में भारतीय मूल की नर्स की कथित हत्या के बाद पंजाब में रहने वाली…
Jasmine Gill Custody | અમેરિકામાં ભારતીય મૂળની નર્સની કથિત હત્યા બાદ પંજાબમાં રહેતી તેની માતાએ…
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા બોન્ડી બીચ પર ડિસેમ્બર 2025માં થયેલા ભયાનક આતંકી હુમલાનો લાભ લઈને વળતર…
Illegal Voting | अमेरिका के 2024 के राष्ट्रपति चुनाव में अवैध रूप से मतदान करने…
Illegal Voting | અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદે મતદાન કરવા અને અમેરિકી નાગરિક હોવાનો ખોટો દાવો…
નવી દિલ્હી: નાણા પ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે વિશ્વ બેંકના ઓક્ટોબર 2026ના પૉવર્ટી એન્ડ ઈક્વિટી બ્રીફનો…