National

સૈન્ય ખર્ચમાં ભારત વિશ્વમાં 5મા ક્રમે: 92.1 અબજ ડૉલરના બજેટ સાથે ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ

India Military Spending SIPRI | વૈશ્વિક સ્તરે વધતા સૈન્ય તણાવ વચ્ચે ભારત હવે દુનિયાનો 5મો સૌથી મોટો લશ્કરી ખર્ચ (Military Spender) કરતો દેશ બની ગયો છે.

સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (SIPRI) ના વર્ષ 2025 ના તાજેતરના અહેવાલ મુજબ, ભારતે પોતાના સંરક્ષણ બજેટ (Defense Budget) માં 8.9% નો તોતિંગ વધારો કર્યો છે. આ વધારા સાથે ભારતનો કુલ સૈન્ય ખર્ચ 92.1 અબજ ડૉલર પર પહોંચી ગયો છે.

આ યાદીમાં અમેરિકા (USA) પ્રથમ સ્થાને છે, જ્યારે ચીન (China), રશિયા (Russia) અને જર્મની (Germany) અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા ક્રમે છે.

મે 2025 માં ભારત અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે થયેલા ટૂંકા ગાળાના સંઘર્ષ બાદ ભારતે પોતાની સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવાની દિશામાં મિસાઈલ (Missile), ડ્રોન (Drone) અને લડાકુ વિમાનો પાછળ ખર્ચ વધાર્યો છે.

બીજી તરફ, પાકિસ્તાને પણ તેના સૈન્ય ખર્ચમાં 11% નો વધારો કરીને 11.9 અબજ ડૉલર ખર્ચ્યા છે. ચીન સતત 31 મા વર્ષે પોતાનું બજેટ વધારીને 336 અબજ ડૉલર સુધી પહોંચ્યું છે.

સમગ્ર એશિયા-ઓશિનિયા (Asia-Oceania) વિસ્તારમાં સંરક્ષણ ખર્ચમાં 8.1% નો ઉછાળો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે હથિયારોની હોડ વધી રહી છે. ભારત હવે માત્ર ગણતરીના ચાર દેશોથી પાછળ છે, જે દેશની વધતી જતી સૈન્ય તાકાત અને વૈશ્વિક પ્રભુત્વનો પુરાવો છે.

Chief Editor

Recent Posts

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું **…

4 hours ago

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…

5 hours ago

વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન

ભારતીય રેલવેએ ફરી નિભાવી જીવનરક્ષકની ભૂમિકા: ત્રીજી વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન…

5 hours ago

IFFICO ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી બહુમતીથી વિજેતા

શ્રી દિલીપભાઈની આ સફળતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સમાન છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ…

6 hours ago

अमेरिका में बेटी की हत्या के बाद मां की गुहार, 8 महीने के नाती की कस्टडी के लिए भारत और अमेरिका सरकार से मांगी मदद

अमेरिका में भारतीय मूल की नर्स की कथित हत्या के बाद पंजाब में रहने वाली…

9 hours ago

અમેરિકામાં દીકરીની હત્યા બાદ માતાની 8 મહિનાના પૌત્રની કસ્ટડી માટે ભારત અને અમેરિકાની સરકાર પાસે મદદ માગી

Jasmine Gill Custody | અમેરિકામાં ભારતીય મૂળની નર્સની કથિત હત્યા બાદ પંજાબમાં રહેતી તેની માતાએ…

9 hours ago