Breaking News

PF ambalal patels prediction G-RAM-G Bill border-2-varun-dhawan-praises-co-star-diljit-dosanjh
ઇન્ડો-અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર ઓફ ન્યુયોર્કનો વડોદરા ખાતે સ્નેહ-મિલન કાર્યક્રમ યોજાયો હતો.   ભારત મુલાકાતે આવેલા સભ્યો માટે વડોદરામાં એક અનોખો પ્રસંગ* ઇન્ડો-અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર (IASCC) ઓફ ન્યુયોર્ક સમગ્ર વર્ષ દરમિયાન તેના સભ્યો માટે રસપ્રદ કાર્યક્રમોયોજતું આવ્યું છે. 13 ડિસેમ્બરના રોજ, ભારત આવેલા (NRI) સભ્યો માટે એક ખાસ સ્નેહ-મિલનનું વડોદરા ખાતે આયોજન કરાયું હતું. IASCC ના સભ્ય શ્રી મુકેશ પટેલના પ્રયાસોને કારણે, આ ઇવેન્ટને ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એડવાઇઝરી સર્વિસીસ LLP (GIAS) દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો. ઈન્દુમતી પેલેસના પ્રાંગણમાં ભવ્ય સ્ટેજ, LED સ્ક્રીન અને આગવી સજાવટ દ્વારા તેમજ સ્વાદિષ્ટ એપેટાઇઝર્સ અને ગુજરાતી વાનગીઓ સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સભ્યો બપોરે 2:00 વાગ્યે આવ્યા હતા અને તેમને સ્વાદિષ્ટ નાસ્તા અને ચા સાથે ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ લક્ષ્મી વિલાસ પેલેસ અને મ્યુઝિયમનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો, જેમાં ગાયકવાડ રાજ્ય અને વડોદરાના ઈતિહાસની રસપ્રદ ઝાંખી જોવા મળી હતી. સાંજે 5:00 વાગ્યે મીટ-એન્ડ-ગ્રીટ સત્ર શરૂ થયું, જેમાં GIAS સ્ટાફે દરેક સભ્યનું કમકુમ તિલક અને ગુલાબ સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું. મહેમાનોએ વિવિધ એપેટાઇઝર્સ અને તાજગીભર્યા પીણાંનો આનંદ માણ્યો. મુખ્ય કાર્યક્રમની શરૂઆત GIASના સેલ્સ મેનેજર જાહ્નવીના ઉદબોધન અને IASCCના ઉપપ્રમુખ પંકજ પરીખના સ્વાગત પ્રવચનથી થઈ હતી. જેમાં IASCCના પ્રવૃત્તિઓ અને આગામી કાર્યક્રમો વિશે માહિતી અપાઈ હતી. GIASના સ્થાપકો પ્રમોદ પરીખ અને આશીષ ગોયલને મુકેશ પટેલે ફૂલો અર્પણ કરી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ ઇન્દુમતી પેલેસ રેસિડેન્સીસ પર એક વિડિયો પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતું. સાંજે પ્રતિભાશાળી ગાયકો અને ઓર્કેસ્ટ્રા દ્વારા મંત્રમુગ્ધ કરી દેનાર સંગીતનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સંગીતની ધૂન સાથે, મહેમાનોએ રસપ્રદ ડિનરનો આનંદ માણ્યો હતો. નવ સન્માનિત સભ્યોએ હાજર રહેલા તમામ પરિવારોને વિવિધ પ્રકારના સુંદર ઉપહારો વહેંચ્યા હતા. અંતે GIAS ટીમ અને ભાગ લેનારા સભ્યોનો સવિનય આભાર માનીને કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: