Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહાત્મા મંદિર ખાતે આયોજિત ગૌરવશાળી સમારોહમાં રાજ્યભર (Gujarat)ની 9,000થી વધુ નવી નિમણૂક મેળવનાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કર્યા હતા. મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વધુ 170 નવા આંગણવાડી કેન્દ્રોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યા હતા.
મુખ્યમંત્રીનું આહ્વાન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત બહેનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આંગણવાડી એ બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું છે. તેમણે આ બહેનોને ‘વિકસિત ભારત @2047’ માટે સ્વસ્થ અને સંસ્કારી પેઢી તૈયાર કરવાની અતિમહત્વપૂર્ણ જવાબદારી નિભાવવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી આજે રાજ્યમાં 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો (નંદઘર) કાર્યરત છે અને આગામી વર્ષોમાં નવા 10,000થી વધુ નંદઘરો બનાવવાનું આયોજન છે.
નારી શક્તિથી રાષ્ટ્ર નિર્માણ: મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર વડાપ્રધાનના નારી શક્તિથી રાષ્ટ્ર નિર્માણના લક્ષ્યને પાર પાડવા માટે માતાઓના પોષણ, સ્વાસ્થ્ય અને ભૂલકાઓના પ્રારંભિક શિક્ષણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમણે માતા યશોદા તરીકે બાળકોનું ઘડતર કરતી આંગણવાડી બહેનોના યોગદાનને બિરદાવ્યું હતું.
મિશનમાં જોડાવાનો સંદેશ: મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલે નવનિયુક્ત બહેનોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, તેઓ માત્ર સરકારી સેવામાં નહીં, પરંતુ બાળકોના ભવિષ્યને સશક્ત બનાવવાના મહત્ત્વપૂર્ણ મિશનમાં જોડાયા છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ નિમણૂક પત્રો એ માત્ર દસ્તાવેજ નથી, પરંતુ બાળકોને સુપોષિત અને શિક્ષિત કરવાના સંકલ્પનો પાયો છે.
Crop loss aid: ગુજરાતમાં 3.3 લાખ ખેડૂતોને પાક નુકસાન સહાયના 1098 કરોડ મળ્યા
