Gujarat

ગુજરાતમાં ડેટા સેન્ટરને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ, સરકારની નવી પોલિસી જાહેર

Data Center Policy | વિશ્વમાં અંદાજે 12,000 ડેટા સેન્ટર્સ (Data Centers) કાર્યરત છે, જેમાંથી 70 ટકા જેટલા માત્ર અમેરિકા (America) અને ચીન (China) માં આવેલા છે. વૈશ્વિક સ્તરે ડિજિટલ માહિતીના સંગ્રહમાં ભારત (India) નો હિસ્સો અત્યારે માત્ર 3 ટકા જેટલો જ છે.

આ સ્થિતિને બદલવા અને ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) આધારિત ડેટા સેન્ટર હબ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ 2026-29’ (Gujarat Data Center Policy 2026-29) જાહેર કરવામાં આવી છે.

આ નવી પોલિસી (Policy) નો મુખ્ય લક્ષ્યાંક રાજ્યમાં 7.5 ગીગાવોટ (Gigawatt) ક્ષમતાના ડેટા સેન્ટર વિકસાવવાનો અને આ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે મોટું રોકાણ આકર્ષવાનો છે.

રાજ્યના મુખ્ય સચિવ મનોજકુમાર દાસે આ નીતિને ગેમ ચેન્જર (Game Changer) ગણાવતા જણાવ્યું છે કે, ડેટા સેન્ટર્સ માટે જરૂરી પુષ્કળ પાણી અને વીજળીની જરૂરિયાત પૂરી કરવા ગુજરાત સજ્જ છે.

આ નવી પોલિસી દ્વારા ગુજરાતમાં પ્રથમ તબક્કામાં અંદાજે 6 લાખ કરોડ રૂપિયાનું માતબર રોકાણ (Investment) આવવાની અને મોટા પાયે રોજગારી (Employment) ની તકો ઊભી થવાની અપેક્ષા છે, જે વર્લ્ડ બેન્ક (World Bank) ની વ્યાખ્યા મુજબ ગુજરાતને હાઈ-મિડલ ઇકોનોમી (High-Middle Economy) તરીકે સ્થાપિત કરશે.

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (DSIR) માટે ખાસ પ્રોત્સાહનો સરકારના જણાવ્યા અનુસાર, ગુજરાતને કુલ 10 ગીગાવોટ ક્ષમતાના પ્રસ્તાવો મળ્યા છે, જેમાંથી 8 ગીગાવોટ સુધીની ક્ષમતા વિકસાવવાનું આયોજન છે. ખાસ કરીને ધોલેરા (Dholera) માં પોલિસીની ક્ષમતા કરતાં બમણી ડિમાન્ડ (Demand) જોવા મળી રહી છે, જેથી તે વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર સિટી (Data Center City) બનવા તરફ અગ્રેસર છે. ધોલેરામાં સ્થાપિત થનારા પ્રોજેક્ટ્સ માટે 10 વર્ષ સુધી 2.5 ટકા વધારાની મૂડી સહાય (Capital Subsidy) અપાશે.

પર્યાવરણની જાળવણી અને સંસાધનોનું આયોજન ડેટા સેન્ટર્સમાં વીજળી અને પાણીનો વપરાશ ખૂબ વધારે હોય છે. આથી, પર્યાવરણને નુકસાન ન થાય તે માટે પોલિસી હેઠળ વપરાતી કુલ ઊર્જામાંથી 51 ટકા ઊર્જા ફરજિયાતપણે ગ્રીન એનર્જી (Green Energy) એટલે કે રિન્યુએબલ સોર્સ (Renewable Source) માંથી વાપરવી પડશે. આ ઉપરાંત, સ્થાનિકો કે ઉદ્યોગોના ભોગે નહીં, પરંતુ દરિયાના પાણીને મીઠું કરવા માટેના ડીસેલીનેશન પ્લાન્ટ (Desalination Plant) દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે.

ડેટા સેન્ટર પોલિસીની મુખ્ય વિશિષ્ટતાઓ અને સબસીડી:

સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ: જમીનની ખરીદી અને લીઝ (Lease) પર 100 ટકા સ્ટેમ્પ ડ્યુટી (Stamp Duty) અને નોંધણી ફીમાંથી સંપૂર્ણ મુક્તિ મળશે.

વીજ દર અને ડ્યુટી સહાય: આગામી 20 વર્ષ સુધી પ્રતિ યુનિટ 1 રૂપિયાની વીજ દર સહાય અને વીજ ડ્યુટીમાં 100 ટકા રિઈમ્બર્સમેન્ટ (Reimbursement) અપાશે.

ટેક્સ પ્રોત્સાહન: પ્લાન્ટ, મશીનરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓપરેશન સેવા પર 100 ટકા સુધી SGST ની ભરપાઈ કરાશે.

વ્યાજ સહાય: ડેટા સેન્ટર સેટઅપ માટે 10 વર્ષ સુધી 4 ટકા વ્યાજ સહાય (Interest Subsidy) ની જોગવાઈ છે.

ઝડપી મંજૂરી: મંજૂરી પ્રક્રિયા સરળ બનાવવા ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ (Single Window System) લાગુ કરાશે અને કામગીરી અવિરત રાખવા તેને ‘આવશ્યક સેવા’ (Essential Service) નો દરજ્જો અપાશે.

સરળ શબ્દોમાં કહીએ તો, ડેટા સેન્ટર એટલે હજારો શક્તિશાળી કમ્પ્યુટર્સ (Computers) અને સર્વર્સ (Servers) નું સુરક્ષિત બિલ્ડિંગ છે, જે ડિજિટલ ક્લાઉડ (Cloud) સેવાઓ, યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન અને ચેટજીપીટી (ChatGPT) જેવા એઆઈ મોડેલ્સ ચલાવવા માટેનું મુખ્ય આધાર માળખું પૂરું પાડે છે.

Chief Editor

Recent Posts

ઝોહોના સ્થાપક શ્રીધર વેંબુનું નિવેદન: ‘શું વિદેશમાં રહેવા ભીખ માંગીએ?’

Sridhar Vembu Zoho | અમેરિકા દ્વારા ગ્રીન કાર્ડ પ્રક્રિયા અટકાવ્યા બાદ ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેંબુએ…

27 minutes ago

જ્યોર્જિયાના વિદ્યાર્થીઓએ ‘થ્રાઇવટૂગેધર’નો ૪૦ થી વધુ શાખાઓમાં વિસ્તાર કર્યો, જરૂરિયાતમંદ પરિવારો માટે રૂ. ૨૦૦,૦૦૦ નું ખાદ્ય દાન એકત્ર કર્યું

Thrive2Gethr chapters | જ્યોર્જિયાના યુવા વિદ્યાર્થીઓએ એક પ્રેરણાદાયી પહેલ દ્વારા સમાજ સેવાના ક્ષેત્રે મોટું યોગદાન…

1 hour ago

અમેરિકામાં હિન્દુ ધર્મ વિશેની ગેરસમજ દૂર કરવા અને રૂઢિચુસ્ત ધારણાઓ સામે લડવા પદ્મજા રાવનું આહ્વાન

Hinduism Misunderstood Padmaja | અમેરિકામાં હિન્દુ ધર્મ પ્રત્યે પ્રવર્તતી ગેરસમજો અને પૂર્વગ્રહોને દૂર કરવા માટે…

22 hours ago

छात्र प्रवेश घोटालों को रोकने के लिए कनाडा की मदद करने को तैयार है भारत: राजदूत

Canada Student Admissions | भारत सरकार ने कनाडा में पढ़ाई के लिए जाने वाले छात्रों…

22 hours ago

વિદ્યાર્થીઓના એડમિશન કૌભાંડને ડામવા માટે કેનેડાને મદદ કરવા તૈયાર છે ભારત: રાજદૂત

Canada Student Admissions | ભારત સરકારે કેનેડામાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની પ્રક્રિયામાં થતી ગેરરીતિઓ અને…

22 hours ago

अमेरिका के मध्यावधि चुनावों में भारतीय-अमेरिकी उम्मीदवारों पर दबाव और सरिता कोमा्टिरेड्डी की चर्चा

Saritha Komatireddy | अमेरिका में आगामी 3 नवंबर को होने वाले मध्यावधि (मिडटर्म) चुनावों से…

22 hours ago