Pilot Dope Test | નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation) અને ડીજીસીએ (DGCA) દ્વારા હવાઈ મુસાફરીની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં એર ઈન્ડિયા (Air India) સંબંધિત બનેલી ઘટનાઓ બાદ એવિએશન રેગ્યુલેટર (Aviation Regulator) DGCA એ તમામ પાયલટોનો (Pilots) વર્ષમાં 1 વખત 100% ડોપ ટેસ્ટ (Dope Test) ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે.
આ નવા પ્રસ્તાવનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈપણ પાયલટ (Pilot) ફ્લાઈટ ડ્યુટી (Flight Duty) પર હોય ત્યારે કોઈ નશાકારક કે પ્રતિબંધિત દવાઓ કે પદાર્થોના પ્રભાવ હેઠળ ન હોય.
હાલમાં DGCA તમામ સંબંધિત પક્ષકારો અને એરલાઈન્સ (Airlines) કંપનીઓ સાથે આ બાબતે ગંભીર ચર્ચા કરી રહ્યું છે. આ નવા નિયમથી એરલાઈન ઓપરેશન્સ (Airline Operations) અને ફ્લાઈટ શેડ્યૂલ (Flight Schedule) પર શું અસર પડશે તેની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.
સુરક્ષા અધિકારીઓ એ બાબત પર ધ્યાન આપી રહ્યા છે કે ડોપ ચેકિંગની (Dope Testing) પ્રક્રિયાને લીધે વિમાનોના ઉડ્ડયનમાં કે દૈનિક કામગીરીમાં કોઈ ખલેલ ન પહોંચે. જો આ પ્રસ્તાવને આખરી મંજૂરી મળી જશે, તો ભારતનું એવિએશન સેક્ટર (Aviation Sector) વધુ સુરક્ષિત બનશે અને પાયલટો માટેના મેડિકલ શિસ્તના નિયમોમાં મોટો ફેરફાર આવશે.
NVIDIAના શેર પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં લગભગ 29.5 ટકા વધ્યા હતા જેન્સન હુઆંગ ના ની ફરી એનવીડિયામાં…
અમદાવાદ રેલવે સ્ટેશન પર એલિવેટેડ રોડ બંધ, પાર્કિંગ સુવિધા સાઉથ MMTH ભવનમાં સ્થળાંતરિત અમદાવાદ રેલવે…
આસ્થા અને ભક્તિના ઉત્સવ સાથે શિક્ષણ અને વિકાસનો સમન્વય “વિકાસ ભી, વિરાસત ભી”નું ઉદાહરણ -…
ચંદીગઢમાં અમદાવાદ, અંબાલા અને ફિરોઝપુર રેલવે મંડળો તથા કેન્દ્રીય ભંડારણ નિગમ (CWC) દ્વારા ‘ટ્રેડ મીટ…
ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો, ટેક્સાસ: જૈન સોસાયટી ઓફ નોર્થ ટેક્સાસ (JSNT) 14 નવેમ્બર,…
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ઉપસ્થિત રહેવા આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાને આમંત્રણ પાઠવાયું ગાંધીનગર,…