Gujarat Energy Policy
ગુજરાત વિધાનસભામાં વર્ષ 2026-27 માટે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (Energy and Petrochemicals Department) ના અનુદાનોની માંગણીઓ પસાર કરવામાં આવી છે. ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે કે ગુજરાતની RE (Renewable Energy), ગ્રીન હાઇડ્રોજન (Green Hydrogen) અને પમ્પ્ડ સ્ટોરેજ (Pumped Storage) ની ત્રિવેણી નીતિ દેશનું ગ્રોથ એન્જિન (Growth Engine) બનીને ઊર્જા સુરક્ષાના સંકલ્પને સાકાર કરશે.
ખેડૂતો માટે મોટી રાહત: કિસાન સૂર્યોદય યોજના (Kisan Suryodaya Yojana) રાજ્ય સરકાર ખેડૂતોને અત્યારે બે શિફ્ટમાં અપાતી વીજળીને બદલે હવે એક જ શિફ્ટમાં આપવાની તૈયારી કરી રહી છે. સૂર્ય ઊર્જાની વધતી ઉપલબ્ધતાને ધ્યાને રાખીને, સવારે 7.00 થી સાંજે 5.00 દરમિયાન એક જ શિફ્ટમાં સતત 8 કલાક વીજળી આપવાનું આયોજન છે. આ માટે વર્ષ 2026-27 માં ₹ 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, કૃષિ નેટવર્કને મજબૂત કરવા ‘સર્જન’ (SARjAN) યોજના પણ અમલી બનાવાશે.
ગુજરાત વાયર ફ્રી સીટી મિશન (Gujarat Wire Free City Mission) શહેરોની સુંદરતા અને જાહેર સલામતી વધારવા માટે રાજ્ય સરકાર તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ‘વાયર ફ્રી’ બનાવશે. આ મિશન હેઠળ શહેરી વિસ્તારોમાં રહેલી ઓવરહેડ વીજ લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલ (Underground Cable) માં રૂપાંતરિત કરવા ₹ 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પગલું ગુજરાતને કોમનવેલ્થ અને ઓલમ્પિક (Olympic) જેવી વૈશ્વિક ઈવેન્ટ્સ માટે સજ્જ કરશે.
દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોની સુરક્ષા વાવાઝોડા (Cyclone) સમયે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં ₹ 100 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવશે. તેમજ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારોની 58 બોર્ડર આઉટ પોસ્ટ (BOP) ને સાતત્યપૂર્ણ વીજળી આપવા માટે ₹ 100 કરોડની જોગવાઈ ‘વિકસિત ગુજરાત ફંડ’ (Viksit Gujarat Fund) હેઠળ કરવામાં આવી છે.
વિકસિત ગુજરાત @ 2047 ના લક્ષ્યાંકો
વર્ષ 2030: ગુજરાત 100 ગીગાવોટ (GW) રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા હાંસલ કરશે.
વર્ષ 2035: ગુજરાત વાર્ષિક 3 MMTPA ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરી ગ્લોબલ હબ બનશે. 75 પમ્પ સ્ટોરેજ યુનિટની સ્થાપના થશે.
વર્ષ 2047: આઝાદીના શતાબ્દી વર્ષે ગુજરાતનું રિન્યુએબલ એનર્જી ઇન્ટીગ્રેશન 187 GW સુધી પહોંચશે.
ઐતિહાસિક વૃદ્ધિ (2001 vs 2025) વર્ષ 2001 માં માત્ર 71 લાખ વીજ કનેક્શન હતા, જે 2025 માં વધીને 1.84 કરોડ થયા છે. રિન્યુએબલ એનર્જી ક્ષમતા 165 MW થી વધીને આજે 43,997 MW થઈ છે, જે દેશમાં પ્રથમ ક્રમે છે. કચ્છના ખાવડા (Khavda) ખાતે વિશ્વનો સૌથી મોટો 37,350 MW નો રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે, જેમાંથી 13,000 MW કાર્યરત થઈ ચૂક્યો છે.
