Gujarat Corruption Cases 2025 (ગુજરાત ભ્રષ્ટાચાર કેસ 2025): ગુજરાતમાં ભ્રષ્ટાચાર (Corruption) નાબૂદ કરવાના દાવાઓ વચ્ચે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા વર્ષ 2025નો વાર્ષિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે રાજ્યમાં લાંચ લેવાના કિસ્સાઓમાં ગત વર્ષની સરખામણીએ 15 ટકાનો વધારો થયો છે.
કુલ 213 ગુના અને 310 આરોપીઓ
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (Anti-Corruption Bureau) એ વર્ષ 2025માં કુલ 213 ગુના નોંધીને 310 વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. જેમાં સૌથી ગંભીર બાબત એ છે કે ભ્રષ્ટાચારમાં માત્ર નાના કર્મચારીઓ જ નહીં, પણ વર્ગ-1 (Class-1) ના 13 ઉચ્ચ અધિકારીઓ પણ ઝડપાયા છે.
વિભાગવાર ભ્રષ્ટાચારની વિગતો
ACBના ડેટા મુજબ, સૌથી વધુ ભ્રષ્ટ વિભાગોમાં ગૃહ વિભાગ (Home Department) મોખરે છે.
ગૃહ વિભાગ: 62 ગુના
મહેસૂલ વિભાગ (Revenue Department): 32 ગુના
પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ: 26 ગુના
ખાનગી વ્યક્તિઓનો વધતો હસ્તક્ષેપ
આજકાલ સરકારી અધિકારીઓ સીધી લાંચ લેવાને બદલે વચેટિયાઓ (Middlemen) નો સહારો લેતા હોય છે. વર્ષ 2025માં ACBએ આવા 123 ખાનગી વ્યક્તિઓ (Private Persons) ની ધરપકડ કરી છે, જેઓ અધિકારીઓ વતી લાંચના નાણાં સ્વીકારતા હતા.
અપ્રમાણસર મિલકત (Disproportional Assets)
ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ સકંજો કસતા ACBએ આ વર્ષે અપ્રમાણસર મિલકતના 16 કેસ નોંધ્યા છે. તપાસ દરમિયાન કુલ 16.59 કરોડ રૂપિયા ની અપ્રમાણસર મિલકતો શોધી કાઢવામાં આવી છે અને તેને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
