Govardhan Puja | અમેરિકાના સૈન હોઝે સ્થિત રાધા કૃષ્ણ ટેમ્પલ ઓફ બે એરિયા ખાતે ભગવાન શ્રીકૃષ્ણની ગોવર્ધન લીલાની સ્મૃતિમાં 15 નવેમ્બર, 2026ના રોજ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
રવિવારના વિશેષ સત્સંગ અંતર્ગત યોજાનારો આ કાર્યક્રમ સવારે 11:00થી બપોરે 1:00 વાગ્યા સુધી 4411 હાઇલેન્ડ એવન્યુ, સેન જોસ, કેલિફોર્નિયા ખાતે યોજાશે.
ભગવાન શ્રીકૃષ્ણે પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કરીને ભક્તિ અને શ્રદ્ધાની શક્તિનો સંદેશ આપ્યો હતો.
આ દિવ્ય લીલાની સ્મૃતિમાં યોજાનારા મહોત્સવમાં ભક્તિ સંગીત, કીર્તન, સત્સંગ, ગોવર્ધન પૂજા અને ભવ્ય અન્નકૂટ ભોગ અર્પણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
આયોજકો દ્વારા ભક્તોને પોતાના ઘરે બનાવેલો ભોગ અથવા નૈવેદ્ય ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરવા માટે સાથે લાવવા અપીલ કરવામાં આવી છે.
કાર્યક્રમના અંતે આરતી અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. મહોત્સન અંગે વધુ માહિતી માટે rktbayarea.org વેબસાઇટની મુલાકાત લઈ શકાય છે અથવા 669-200-9358 નંબર પર સંપર્ક કરી શકાય છે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
