ગીતા જયંતીના અવસરે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્ય અને શહેર દ્વારા જિલ્લા સ્તરીય ‘ગીતા મહોત્સવ’ કાર્યક્રમનું આયોજન ** અમદાવાદ જિલ્લાના ત્રણ સમીક્ષા કેન્દ્રો પર ગીતાંશકંઠ પાઠ તેમજ શત સુભાષિતકંઠપાઠ યોજાશે ** સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ રાણીપ ખાતે યોજાનાર જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ગીતા પૂજન, ભગવતગીતાના અધ્યાયનો સમૂહ પાઠ, સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શનીનું આયોજન ** ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય તથા શહેરના સંયુક્ત ઉપક્રમે ૧ ડિસેમ્બરના રોજ ગીતા જયંતીના અવસરે જિલ્લા સ્તરીય ‘ગીતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે.
‘ગીતા મહોત્સવ’ અંતર્ગત સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ રાણીપ ખાતે જિલ્લા સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગીતા પૂજન, ભગવતગીતાના અધ્યાયનો સમૂહ પાઠ, સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શની યોજવામાં આવશે. આ ઉપરાંત, અમદાવાદ જિલ્લાના ત્રણ સમીક્ષા કેન્દ્રો પર ગીતાંશકંઠ પાઠ તેમજ શત સુભાષિતકંઠપાઠ યોજાશે.
‘ગીતા મહોત્સવ’ કાર્યક્રમમાં 200જેટલા સહભાગીઓ ઉત્સાહભેર ભાગ લેશે. કાર્યક્રમમાં સહભાગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કાર્યક્રમના સફળ આયોજન અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
