Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

એટલાન્ટામાં સંગીતકાર ગૌરાંગ વ્યાસની સ્વરયાત્રાને સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી

Chief Editor October 9, 2026
Gaurang Vyas Swaranjali musical event by IGCSA in Atlanta

Gaurang Vyas Swaranjali | અમેરિકામાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને ધબકતી રાખવાના ઉમદા હેતુથી કાર્યરત ;ઇન્ટરનેશનલ ગુજરાતી કલ્ચરલ સોસાયટી એટલાન્ટા; (IGCSA) દ્વારા તાજેતરમાં ગુજરાતના મૂર્ધન્ય સંગીતકાર સ્વ. શ્રી ગૌરાંગ વ્યાસને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો એક અદભુત સંગીત કાર્યક્રમ યોજાયો.સાત સૂરોના સરનામે – મુકામ પોસ્ટ – ગૌરાંગ વ્યાસ નામનો આ કાર્યક્રમ ગત ૩ ઓક્ટોબરના રોજ એટલાન્ટા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ૧૨૦ થી વધુ રસિક શ્રોતાઓએ હાજરી આપી હતી.

વર્ષ ૨૦૨૨ થી કાર્યરત IGCSA સંસ્થા આગામી ૨૦૨૬માં પોતાના પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ કરશે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ;ધ લવારી શો;વેલકમ ઝિંદગીઅને ભજન જામિંગ જેવા અનેક સફળ કાર્યક્રમો આપ્યા છે. ૧૦૦થી વધુ ફિલ્મો, અસંખ્ય ગરબા, અને ભક્તિગીતોને પોતાના સંગીતથી અમર બનાવનાર સ્વ. ગૌરાંગ વ્યાસને વિદેશની ધરતી પર અપાતી આ પ્રથમ સંગીતમય શ્રદ્ધાંજલિ હતી.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

સ્થાનિક કલાકારોનો જમાવડો અને યુવા પ્રતિભાઓનું સન્માન: આ ત્રણ કલાક લાંબા કાર્યક્રમની સૌથી વિશેષ વાત એ હતી કે તેમાં ભાગ લેનાર તમામ ગાયકો અને સાજિંદાઓ એટલાન્ટાના જ સ્થાનિક કલાકારો હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ૧૮ વર્ષથી નાની ઉંમરની બે બાળ ગાયિકાઓ કુ. ગરીમા શાહ અને કુ. ઝીલ રાણપરા રહી. ગરીમા શાહે “તમે મન મુકીને વરસ્યાં” ગીત ગાઈને કાર્યક્ર્મની શરૂઆત કરી. ગુજરાતી લિપિ ન આવડતી હોવા છતાં ગૌરાંગભાઈની ધૂન પર તેની પકડ અદભુત હતી.

સૂરોની રમઝટ : આ કાર્યક્રમનું આયોજન શ્રી અંકુર જોષીના નેતૃત્વ હેઠળ થયું હતું. તેમણે “સાત સૂરોના સરનામે” અને “હું અમદાવાદનો રીક્ષાવાળો” (યોડલિંગ સાથે) રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ડો. મોનલ શાહે “હું તો ગઇ’તી મેળે”, પારૂલ સેવકે “નહિં મેલુ, તારા ફળિયામાં” રજૂ કર્યા હતા. મીતા મહેતાએ સોનમ શાહની સાથે મળીને “હજુ રસભર રાતતો બાકી રહી ગઇ” ની ખૂબ સુંદર રજૂઆત

કરી હતી. આ ઉપરાંત સોનમ શાહ, ફાલ્ગુનીબેન, અને મેઘાવીબેનની ગાયકીએ શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા. તબલા અને ઢોલ પર શ્રી સંજય પટેલની સંગત ઉત્કૃષ્ટ રહી હતી. અંતમાં તમામ કલાકારો અને શ્રોતાઓએ સાથે મળીને “હુતુ તુ તુ… જામી રમતની…” ગીત ગાયું હતું. શ્રી નિમિષ સેવકે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.

આ વિશેષ કાર્યક્રમમાં ગુજરાતથી કવિશ્રી અંકિત ત્રિવેદી, પદ્મશ્રી તુષાર શુક્લ, ગાયક શ્રી પ્રહર વોરા અને શ્રીમતી વિભાબેન તરફથી મોકલવામાં આવેલા વિડીયો સંદેશાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

આયોજન અને સહયોગ : કાર્યક્રમનું વિચારબીજ એટલાન્ટાના સાંસ્કૃતિક રાજદૂત મુસ્તફા અજમેરીએ રોપ્યું હતું. IGCSA ના પ્રમુખ જતીન શાહ, ચૌલા ઝવેરી શાહ અને તેમની ટીમે માત્ર ૨૦ દિવસના ટૂંકા ગાળામાં આ સ્વપ્ન સાકાર કર્યું હતું. બેસ્ટ વેસ્ટર્ન હોટલના રાજીવભાઈ ગોસ્વામીનો સહયોગથી આપણે બેન્ક્વેટ હોલમાં આ કાર્યક્રમ કરી શક્યા.

સોશિયલ મીડિયા પ્રમોશન ભૂષણ મહેતા દ્વારા, ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી પારિજાત ફોટોગ્રાફીના સાગર શાહ અને મલય દેસાઈ દ્વારા, અને રજીસ્ટ્રેશન ઉમેશ શાહ અને સ્નેહલ શાહ દ્વારા સંભાળવામાં આવ્યું હતું. અમદાવાદથી શ્રી સલિલ મહેતાએ કાર્યક્રમની પરિકલ્પના અને રૂપરેખા તૈયાર કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

યાદગાર સ્મૃતિ ભેટ કાર્યક્રમના અંતે તમામ શ્રોતાઓને એક ખાસ કોફી મગ ભેટમાં આપવામાં આવ્યો હતો, જેમાં એક તરફ IGCSA નો લોગો અને બીજી તરફ સ્વ. શ્રી ગૌરાંગ વ્યાસની છબી અંકિત હતી. શ્રોતાઓએ આ મગના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતાં, ગુજરાતમાં વસતા ભાવકોએ પણ આ સ્મૃતિ ભેટ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: मात्र 3 साल की उम्र में किताब लिखकर भारतीय मूल के अद्वय जैन ने बनाया गिनीज वर्ल्ड रिकॉर्ड
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • એટલાન્ટામાં સંગીતકાર ગૌરાંગ વ્યાસની સ્વરયાત્રાને સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી
  • मात्र 3 साल की उम्र में किताब लिखकर भारतीय मूल के अद्वय जैन ने बनाया गिनीज वर्ल्ड रिकॉर्ड
  • માત્ર 3 વર્ષની ઉંમરે પુસ્તક લખી ભારતીય મૂળના અદ્વય જૈને બનાવ્યો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ
  • દલાસમાં પ્રી નવરાત્રી ગરબા
  • શિકાગોમાં મિતેશભાઇ પટેલનું ભવ્ય સ્વાગત
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.