four killed in wave of russian strikes across kyiv

Russia Attack Ukraine’s Kyiv | રશિયાએ શુક્રવાર વહેલી સવારે યુક્રેન રાજધાની કીવ પર કરેલા મોટા હુમલામાં ચાર લોકોનાં મોત થયા છે અને અનેક ઇમારતોમાં આગ લાગી હતી.
કીવની સેના વહીવટી તંત્રનાં પ્રમુખ તૈમુર તકાચેંકોએ જણાવ્યું હતું કે રશિયાએ હુમલામાં 430 ડ્રોન અને 18 મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. ઇમરજન્સી ટીમે અનેક હુમલાઓનો જવાબ આપ્યો હતો અને આ દરમિયાન ઓછામાં ઓછા 27 લોકો ઘાયલ થયા હતાં. આ સુનિયોજિત હુમલાનો ઉદ્દેશ લોકોને મહત્તમ નુકસાન પહોંચાડવાનો હતો.
ઇસ્કંદર મિસાઇલનાં ટુકડાઓેથી અઝરબેઝાન દુતાવાસને નુકસાન થયું હતું. 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક શખ્સની સ્થિતિ ગંભીર છે અને એક ગર્ભવતી મહિલા પણ છે. શહેરનાં સત્તાવાળાઓએ વીજળી અને પાણી પુરવઠામાં અવરોધ ઉભો થવાની ચેતવણી આપી છે.3
