Breaking News

Emergency review meeting held at State Emergency Operation Center following rain forecast in Gujarat How Dare You? Ajit Pawar's Heated Exchange With Woman IPS Officer Over Excavation cm-bhupendra-patel-interacted-with-students-on-teachers-day-celebrations Dialogue meeting with diplomats and heads of missions in Delhi concluded in the presence of Bhupendra Patel National Book Read Day 2025
Four-day Jhulan Yatra will be celebrated at Hare Krishna Temple Bhadja

 ઝૂલન ઉત્સવ શ્રાવણ મહિનામાં તેજસ્વી પખવાડિયાના અગિયારમાં દિવસથી(અગ્યારસ) પૂર્ણ-ચંદ્ર દિવસ(પૂર્ણિમા) સુધી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ બાળપણમાં મનોરંજન માટે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મિત્રો, ગાયો ચરાવનાર યુવાન છોકરા અને છોકરીઓ વૃક્ષ નીચે ઝૂલતા એ પ્રસંગની યાદગીરીરૂપે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના સહયોગ શ્રી રાધા અને બીજી ગોપીઓ તથા ગોપાઓ ચોમાસાની ઋતુ દરમ્યાન મસ્તી અને ધુન સાથે વૃંદાવનમાં ઝૂલતા હતા.

આ ઉત્સવ એક વિશેષ સેવા છે જે ભક્તો ભગવાનને અપર્ણ કરે છે. ચોમાસું ભેજવાળું હોય છે અને ઠંડો વરસાદ પડવા છતાં પણ વાતાવરણનું તાપમાન ગરમ રહે છે. આકાશમાંથી ઘનઘોર વર્ષા પડતા ઘણું બધું પાણી જમીન પર, અને ચોતરફ બધે પડે છે જે દરમ્યાન બધા જ ઈચ્છે કે હજુ વધુ પાણી મળે ને ઠંડક થાય.

આ સમયે વરસાદના ભેજને કારણે હવા ભારે થવાથી હર કોઈ ખુશનુમા પવનની લહેર ઈચ્છે છે. આથી ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમતી રાધારાનીના આનંદ અને તૃપ્તિ માટે તેમને ઝૂલન પર બિરાજમાન કરવાની વ્યવસ્થા કરે છે અને મંદ ગતિથી ઝૂલવતા પવનની લહેર ઉદભાવવામાં આવે છે.

આ ખૂબ જ આનંદ અને સંતોષદાયક ઉત્સવ છે જેમાં ઝૂલનને મોટાભાગે ખૂબ જ સરસ રીતે વન લતાઓ , જાસ્મીન(માલતી) જેમાં ઋતુના નવા પુષ્પોની માળાથી શણગારવામાં આવે છે. કેટલીક વાર આહલાદક ગુલાબજળનો ઉપયાગ કરીને દૈવી દંપતી ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમતી રાધારાની ઉપર ઝૂલન દરમ્યાન છંટકાવ કરવામાં આવે છે.

હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભગવાન શ્રી શ્રી રાધા માધવને દરરોજ જુદી જુદી રીતે ખૂબ જ સુંદરરીતે શણગારેલ ઝૂલન પર બિરાજમાન કરીને ઝૂલવવામાં આવશે. ઝૂલનને ભવ્ય ફૂલોથી સજાવવામાં આવશે જેમકે કેરીલેસન, સેવંતી, જરબારા, મેરીગોલ્ડ, રજનીગંધા, ઓરચીડ, કામિની વિગેરે તથા રંગબેરંગી માળા, ફળો, સુકા મેવા વગેરેથી સુંદર રીતે સજજ કરવામાં આવશે. ભગવાન શ્રી શ્રી રાધા માધવને ઝૂલન પર બિરાજમાન કરાવી આરતી ઉતારવામાં આવશે સથોસાથ ખાસ કિર્તન “જય રાધા માધવ ગીતી”નું ગાન કરવામાં આવશે. ભક્તો ભગવાનશ્રીની પ્રસન્નાર્થે જુદી જુદી જાતના ભોગ અર્પણ કરશે. આખો દિવસ સતત કિર્તન અને ભજન નું ગાન કરવામાં આવશે તેમજ મંદિરની મુલાકાત લેનાર દર્શનાર્થીઓને ભગવાનશ્રીને ઝૂલવવાનો અવસર પ્રાપ્ત થશે. આ વિષયસંદર્ભમાં શ્રી હરિ-ભક્તિ-વિલાસે કહ્યું છે કે “ ભગવાનશ્રીને પ્રસન્ન કરવા માટે ભક્તો દરેક પ્રસંગે અનેક તહેવારો રાખે છે અને સતત સંકિર્તન કરે છે. તેમની ક્ષમતા અનુસાર ભક્તો ભગવાનશ્રી ને ઉનાળા દરમ્યાન બોટમાં બિરાજમાન કરી, શોભાયાત્રા યોજી, તેમના સુકોમળ શરીર પર ચંદનનો લેપ લગાવી, ચામરથી સજજ કરી, ઝવેરાતના હાર પહેરાવી, તેમને સ્વાદિષ્ટ વ્યંજનો અર્પણ કરી, અને તેમને સુંદર ચંદ્રપ્રકાશમાં ઝૂલવવા માટે બહાર લાવવામાં આવે છે.”

પ્રભુની સેવામાં શ્રી જગન મોહન કૃષ્ણ દાસા પ્રેસિડન્ટ –હરે કૃષ્ણ મંદિર, ભાડજ, અમદાવાદ

તારીખ – મંગળવાર 5 ઓગસ્ટ થી રવિવાર 10 ઓગસ્ટ 2025 સમય – દરરોજ સાંજ 4.30 વાગ્યાથી 8.30 સુધી વધુ વિગત માટે સંપર્ક કરશો – શ્યામ ચરણ દાસા – 9904272229, રયારામ દાસા – 9904203228

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: