Airlines Demand Fare Hike | જો તમે ફ્લાઈટમાં (Flight) મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા ખિસ્સા પર સીધી અસર કરી શકે છે. કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Ministry of Civil Aviation) એરલાઇન્સ માટે નવા કડક નિયમો જાહેર કર્યા છે, જેનાથી વિવાદ છેડાયો છે.
સરકારનો નવો આદેશ: હવેથી દરેક ફ્લાઈટમાં 60% સીટો (Seats) માટે કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ (Extra Charge) વસૂલી શકાશે નહીં. અગાઉ માત્ર 20% સીટો જ ફ્રી મળતી હતી, જ્યારે બાકીની સીટો ‘પ્રેફર્ડ સીટ’ (Preferred Seat) ના નામે ₹500 થી ₹3000 માં વેચાતી હતી.
પરિવાર માટે રાહત: એક જ PNR પર બુકિંગ કરાવનાર પરિવાર કે મિત્રોને હવે ફરજિયાત સાથે અથવા આસપાસની સીટ આપવી પડશે.
એરલાઇન્સની નારાજગી: ઇન્ડિગો (Indigo), એર ઇન્ડિયા (Air India) અને સ્પાઈસ જેટ (SpiceJet) જેવી કંપનીઓએ આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. ‘ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ’ (FIA) મુજબ, આનાથી તેમની આર્થિક સ્થિતિ બગડશે.
ભાડા વધારાની ચેતવણી: એરલાઇન્સનું કહેવું છે કે જો સીટ સિલેક્શન ચાર્જ બંધ થશે, તો તેની ભરપાઈ કરવા માટે બેઝ ભાડામાં (Base Fare) વધારો કરવો પડશે. ફ્યુઅલ (Fuel) અને મેન્ટેનન્સ ખર્ચ વધતા કંપનીઓ આ નિર્ણય પાછો ખેંચવા માંગ કરી રહી છે.
