Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Gujarat
  • Gujarat Development
  • ’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’: 200થી વધુ ‘મંગલમ કેન્ટીન’ થકી મહિલાઓનું સશક્તીકરણ

’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’: 200થી વધુ ‘મંગલમ કેન્ટીન’ થકી મહિલાઓનું સશક્તીકરણ

Chief Editor November 28, 2025

mangalam canteen

 

  • ‘મંગલમ કેન્ટીન’ થકી 1,700થી વધુ સખી મંડળની મહિલાઓને દર મહિને રૂ. 10 હજારથી 50 હજાર સુધીની આવક
  • રાજ્યની વિવિધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલ, હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ જગ્યાઓ પર ૨૦૦થી વધુ ‘મંગલમ કેન્ટીન’ કાર્યરત

Mangalam Canteen News | રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ સંચાલિત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા મહિલા સ્વસહાય જૂથો-સખી મંડળોને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સૂત્રને સાર્થક કરતી ૨૦૦થી વધુ ‘મંગલમ કેન્ટીન’ રાજ્યભરમાં કાર્યરત કરવામાં આવી છે.

આ કેન્ટીન રાજ્યની વિવિધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલ, હોસ્પિટલો અને NGO જેવી મહત્વપૂર્ણ જગ્યાઓ પર ચાલી રહી છે, જેમાં વર્ષ 2024-25માં 50 નવી કેન્ટીનનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વમાં, હાલમાં 1,700થી વધુ સખી મંડળની મહિલાઓને રોજગારીની તકો મળી છે. આ પહેલથી મહિલાઓને તેમના સંચાલનના સ્તર પર આધારિત દર મહિને રૂ. 10 હજારથી ૫૦ હજાર સુધીની આવક મળી રહી છે, જે તેમની આર્થિક સ્વતંત્રતા અને પરિવારના ઉત્થાન માટે મહત્વનું યોગદાન આપી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ‘વન ડિસ્ટ્રિક્ટ વન કેન્ટીન’ પ્રચાર અભિયાન હેઠળ એકસરખા બ્રાન્ડ નેમ અને ડિઝાઇન સાથે 30 નવી ‘મંગલમ કેન્ટીનો’ શરૂ કરવામાં આવશે, જે પૈકી અત્યારસુધીમાં ૨૭ કેન્ટીન કાર્યરત થઈ ચૂકી છે. આ નવી કેન્ટીન પોલીસ વિભાગ, R&B કચેરીઓ, મ્યુનિસિપલ બિલ્ડિંગ્સ અને અન્ય સરકારી સંસ્થાઓ ખાતે શરૂ કરાશે.

GLPC દ્વારા ગામડાઓમાં કેટરિંગની સેવાઓ આપતી મહિલાઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન થકી તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ વ્યવસાયિક કેન્ટીન સંચાલન અને કેટરિંગ સેવાઓ માટે સક્ષમ બની શકે. વર્ષ 2024માં GLPCએ તેમની પ્રથમ મોડલ ‘મંગલમ કેન્ટીન’ ગાંધીનગરના પોલીસ ભવન ખાતે ડિરેક્ટર જનરલ ઓફિસમાં શરૂ કરી હતી, જે સંપૂર્ણપણે છ સખી મંડળ મહિલાઓ દ્વારા સંચાલિત છે.

આ સફળતાને પગલે હવે અમદાવાદ પોલીસ કમિશનરની કચેરી અને ગાંધીનગર પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પણ ‘મંગલમ કેન્ટીન’ શરૂ કરવામાં આવી છે, જે આરોગ્ય, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના ઉચ્ચ ધોરણોનું પાલન કરીને પૌષ્ટિક ભોજન પૂરું પાડી રહી છે.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Har Ghar Swadeshi (હર ઘર સ્વદેશી) Mangalam Canteen (મંગલમ કેન્ટીન)

Post navigation

Previous: બે વર્ષમાં 13.5 લાખથી વધુ મુલાકાતીઓએ શિવરાજપુર દરિયાકિનારાની સુંદરતા માણી
Next: ગરવી ગુર્જરીના માધ્યમથી ગુજરાતના હસ્તકલાકારો ‘હર ઘર સ્વદેશી’ અભિયાનને આપી રહ્યા છે વેગ

Related News

International Mother Language Day

વિશ્વ માતૃભાષા દિવસ: ગુજરાતી ભાષાના ગૌરવ અને સંવર્ધન માટે માહિતી કમિશનરની કચેરી ખાતે વિશેષ કાર્યશાળા

Chief Editor February 21, 2026
Ahmedabad Mobility Plan

ઓલિમ્પિક્સ 2036 માટે અમદાવાદ તૈયાર: 3000 ઈ-બસ અને મેટ્રો કનેક્ટિવિટી સાથે શહેરની કાયાપલટ થશે

Chief Editor February 21, 2026
surat diamond bourse

સુરત બન્યું ગ્લોબલ ટ્રેડ હબ: USD 10.55 બિલિયનની નિકાસ સાથે વિશ્વના બજારોમાં સુરતનો દબદબો

Chief Editor February 21, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

blackmail-prevention

પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર

Chief Editor February 28, 2026
Yuzvendra Chahal Shefali Bagga

યુઝવેન્દ્ર ચહલ સાથે નામ જોડાયા બાદ શેફાલી બગ્ગાએ તોડી ચુપકીદી, શું ક્રિકેટર સાથે કરશે લગ્ન?

Chief Editor February 28, 2026
Iran Attack russia usa israel

‘ટ્રમ્પે બતાવી દીધો અસલી રંગ…’, શું ઈઝરાયલ-US ના હુમલાથી ઈરાનને બચાવશે રશિયા?

Chief Editor February 28, 2026
US Israel attack Iran

અમેરિકા-ઈઝરાયલનો તહેરાન પર હવાઈ હુમલો, ઈરાને પણ બહેરીન-યુએઈમાં US બેઝ પર મિસાઈલો ઝીંકી

Chief Editor February 28, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.