NRI

એલોન મસ્કે આપી જેલ અને કેસની ધમકી, ભારતીય મૂળના સાંસદ રો ખન્નાએ વળતો પ્રહાર કરતા કહ્યું – ‘હું ડરવાનો નથી’

Elon Musk Ro Khanna | અમેરિકાના (America) અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક (Elon Musk) અને ભારતીય મૂળના ડેમોક્રેટિક સાંસદ રો ખન્ના (Ro Khanna) સામસામે આવી ગયા છે.

એલોન મસ્કે સોશિયલ મીડિયા પર રો ખન્ના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની અને જેલ ભેગા કરવાની ધમકી આપી હતી, જેના પર હવે સાંસદે જોરદાર વળતો પ્રહાર કર્યો છે. એક વીડિયો (Video) જાહેર કરીને રો ખન્નાએ મસ્ક પર જાહેરમાં ચર્ચા કરવાને બદલે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.

શું છે સમગ્ર વિવાદ?

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે રો ખન્નાએ એક પોડકાસ્ટ (Podcast) દરમિયાન ટ્રમ્પ વહીવટીતંત્રના ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ (DOGE) માં એલોન મસ્કની ભૂમિકાની આકરી ટીકા કરી હતી. એક શૈક્ષણિક અભ્યાસનો હવાલો આપીને ખન્નાએ દાવો કર્યો હતો કે વિદેશી સહાયમાં મસ્ક દ્વારા કરવામાં આવેલા કાપને કારણે વિદેશોમાં માનવતાવાદી સંકટ સર્જાઈ શકે છે અને લોકોના મોત થઈ શકે છે. તેમણે કહ્યું કે, “મસ્કે આના માટે જવાબ આપવો પડશે. જો ડેમોક્રેટ્સ (Democrats) ફરી સત્તામાં આવશે, તો DOGE ના નિર્ણયોની ઔપચારિક તપાસ કરવામાં આવશે.”

મસ્કે આપી જેલની ધમકી

રો ખન્નાના આ નિવેદનથી ગુસ્સે ભરાયેલા ટેસ્લા (Tesla) અને સ્પેસએક્સના (SpaceX) સીઇઓ (CEO) એલોન મસ્કે એક્સ (X) પર ખન્નાને જૂઠા ગણાવ્યા હતા. મસ્કે દાવો કર્યો કે DOGE નો હેતુ સરકારી ખર્ચમાં થતો બગાડ, છેતરપિંડી અને દુરુપયોગ રોકવાનો છે. આ સાથે જ તેમણે ન્યાય વિભાગને (Justice Department) રો ખન્ના સામે કાનૂની કેસ કરીને જેલમાં મોકલવાની માંગ પણ કરી હતી.

‘હું ડરવાનો નથી, મારી સાથે ડિબેટ કરો’ – રો ખન્ના

મસ્કના આ હુમલા બાદ રો ખન્નાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કહ્યું, “વિશ્વના સૌથી ધનિક વ્યક્તિએ આખો દિવસ ટ્વિટ (Tweet) કરીને મારા પર નિશાન સાધ્યું છે. એલોન, હું વિચારતો હતો કે તમે ફ્રી સ્પીચના (Free Speech) સમર્થક છો. તો પછી કાનૂની ધમકીઓ આપવાને બદલે મારી સાથે આ મુદ્દાઓ પર જાહેરમાં ડિબેટ (Debate) કેમ નથી કરતા?”

તેમણે ઉમેર્યું કે તેઓ અબજોપતિઓની આવી ધમકીઓથી ડરવાના કે ચૂપ રહેવાના નથી. તેમણે સિલિકોન વેલીના (Silicon Valley) અમીરો સામે વેલ્થ ટેક્સ (Wealth Tax) અને જેફરી એપ્સ્ટિન (Jeffrey Epstein) કેસની ફાઇલો જાહેર કરવા જેવા મુદ્દાઓ પર હંમેશા અવાજ ઉઠાવ્યો છે અને ભવિષ્યમાં પણ સત્ય માટે લડતા રહેશે.

Chief Editor

Recent Posts

કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા

સુરતી લેવા પાટીદાર સમાજના લાભાર્થે ૨૭ મી સપ્ટેમ્બર ના રોજ કિર્તીદાન ગઢવી ના અમેરિકામાં ગરબા…

17 hours ago

અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ

અદાણીના મુંબઈ એરપોર્ટના પુનઃવિકાસ (Redevelopment) અંગે શા માટે વિવાદ અદાણી સંચાલિત MIAL એ 25 ઓક્ટોબરથી…

17 hours ago

ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ

પ્રવાસના પ્રથમ તબક્કામાં સભ્યો Hagerman National Wildlife Refuge પહોંચ્યા હતા ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)…

17 hours ago

કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત

અમેરિકાના કેલિફોર્નિયામાં SFO ખાતે નવનિયુક્ત કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત યોજાયું. સી. પટેલ (ફ્રીમોન્ટ)…

17 hours ago

ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ

ચરાડવા ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ડો. એચ. એલ. ત્રિવેદી…

17 hours ago

कैलिफोर्निया के नॉरवॉक राधाकृष्ण मंदिर में नवरात्रि का भव्य आयोजन, जाने पूरे शेड्यूल

Norwalk Navratri Schedule | अमेरिका के कैलिफोर्निया स्थित नॉरवॉक के प्रसिद्ध राधाकृष्ण मंदिर (12634 Pioneer…

18 hours ago