US-Israel-Iran war Updates : મિડલ ઈસ્ટ (Middle East) માં તણાવ હવે ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની જ્વાળાઓ હવે યુનાઈટેડ આરબ અમીરાત (UAE) સુધી પહોંચી છે. અબુ ધાબી (Abu Dhabi) અને દુબઈ (Dubai) પર થયેલા શ્રેણીબદ્ધ હુમલાઓએ વૈશ્વિક સ્તરે ફફડાટ ફેલાવી દીધો છે.
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો અબુ ધાબીના અલ બહ્યા (Al Bahya) વિસ્તારમાં એક નાગરિક વાહન પર મિસાઈલ (Missile) પડતા પેલેસ્ટાઈનના 1 નાગરિકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અબુ ધાબી મીડિયા ઓફિસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને સામાન્ય જનતાને અફવાઓથી બચવા એડવાઈઝરી (Advisory) જાહેર કરી છે.
દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો અને આગ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (DXB) નજીક આવેલા ફ્યુઅલ ટેન્ક (Fuel Tank) પર ડ્રોન હુમલો (Drone Attack) કરવામાં આવતા ભીષણ આગ ફાટી નીકળી હતી. સુરક્ષાના ભાગરૂપે વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એવા દુબઈ એરપોર્ટ પર વિમાની સેવાઓ કામચલાઉ ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે. અનેક ફ્લાઈટ્સને અલ્ મકતુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ (DWC) પર ડાયવર્ટ (Diverted) કરવામાં આવી છે. દુબઈ પોલીસે સુરક્ષાના કારણોસર એરપોર્ટ રોડ અને ટનલ પણ બંધ કરી દીધા છે.
ઈઝરાયેલની ડિફેન્સ સિસ્ટમ પર સંકટ બીજી તરફ, અમેરિકા (America) ના અધિકારીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ઈરાન તરફથી સતત થઈ રહેલા બેલેસ્ટિક મિસાઈલ હુમલાઓને કારણે ઈઝરાયેલ (Israel) પાસે હવે ઈન્ટરસેપ્શન મિસાઈલ (Interception Missile) ખૂટી પડવાની અણી પર છે. ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પણ આ સ્થિતિમાં ઈરાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવવાના સંકેત આપ્યા છે.
અમદાવાદ મંડળનું ઓક્ટોબર 2026 માં શાનદાર પ્રદર્શન : રેકોર્ડ 236 લૉંગ હૉલ ટ્રેનોનું સંચાલન, ગયા…
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં GRIT આયોજિત ‘વિકસિત ગુજરાત@૨૦૪૭ : હાયર એજ્યુકેશન ફોર ફ્યુચર વર્કફોર્સ રેડીનેસ…
ब्रिटेन में सार्वजनिक सड़क पर तेज रफ्तार से कार रेस लगाने के कारण एक मां…
Oman cargo attack | ઓમાનના દરિયાકાંઠે અને હોર્મુઝ સ્ટ્રેટ પાસે ભારતીય ધ્વજવાળા કાર્ગો જહાજ 'MSV…
બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું **…
અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…