World

ઈરાનના પલટવારથી ટ્રમ્પ એક્શનમાં: સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલો રોકવા આપી ચેતવણી

Iran Attack on Qatar: મિડલ ઈસ્ટ (Middle East) માં 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલું જંગ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અમેરિકા (USA) અને ઈઝરાયલ (Israel) સતત ઈરાન (Iran) ના તેલ અને ગેસ (Gas) ના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા છે. જોકે, હવે આ વિવાદમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સીધી અને કડક ચેતવણી આપીને દુનિયાને ચોંકાવી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, જો ઈરાને કતાર (Qatar) પર હુમલો કરવાની ભૂલ કરી, તો પરિણામ ભયંકર આવશે.

સાઉથ પાર્સ (South Pars) ગેસ ફિલ્ડ પર શું થયું? બુધવારે દુનિયાના સૌથી મોટા નેચરલ ગેસ ફિલ્ડ (Natural Gas Field) ‘સાઉથ પાર્સ’ પર ઈઝરાયલ દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ ઈરાન ઉશ્કેરાયું છે અને તેણે જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, આ હુમલો માત્ર ઈઝરાયલનું ઓપરેશન (Operation) હતું અને તેમાં અમેરિકા કે કતારની કોઈ ભૂમિકા નહોતી.

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી: ‘કતારને અડશો નહીં’ ઈરાની અધિકારીઓએ ધમકી આપી હતી કે, તેઓ આગામી કલાકોમાં સાઉદી અરેબિયા (Saudi Arabia), UAE અને કતારની 5 ઉર્જા સુવિધાઓ (Energy Facilities) ને નિશાન બનાવશે. આ ધમકી પર ટ્રમ્પે વળતો પ્રહાર કરતા લખ્યું કે, “ઈરાન અત્યારે મૂંઝવણમાં છે. તેણે ખોટી રીતે કતારની LNG સુવિધા પર હુમલો કર્યો છે. ઈરાન સમજી લે કે જ્યાં સુધી તે નિર્દોષ કતાર પર હુમલો નહીં કરે, ત્યાં સુધી ઈઝરાયલ સાઉથ પાર્સ પર બીજો કોઈ હુમલો નહીં કરે.”

અમેરિકાનો પાવરફુલ પ્લાન (Powerful Plan) ટ્રમ્પે ઈરાનને ચેતવતા કહ્યું છે કે જો ઈરાને કોઈ પણ ‘મૂર્ખામીભર્યું’ પગલું ભર્યું, તો અમેરિકા પોતે મેદાનમાં ઉતરશે. જો કતાર પર હુમલો થયો, તો અમેરિકા ઈઝરાયલની મદદ વગર પણ આખા સાઉથ પાર્સ ગેસ ફિલ્ડને ઉડાવી દેશે.

Chief Editor

Recent Posts

એપ્રિલથી ઑક્ટોબર 2026 દરમિયાન 30 મિલિયન ટન માલનું લદાન કર્યું

અમદાવાદ મંડળનું ઓક્ટોબર 2026 માં શાનદાર પ્રદર્શન : રેકોર્ડ 236 લૉંગ હૉલ ટ્રેનોનું સંચાલન, ગયા…

10 hours ago

વિકસિત ગુજરાત@૨૦૪૭ : હાયર એજ્યુકેશન ફોર ફ્યુચર વર્કફોર્સ રેડીનેસ કોન્ફરન્સ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં GRIT આયોજિત ‘વિકસિત ગુજરાત@૨૦૪૭ : હાયર એજ્યુકેશન ફોર ફ્યુચર વર્કફોર્સ રેડીનેસ…

10 hours ago

ब्रिटेन में कार रेस में मां-बेटी की मौत, भारतीय मूल के 2 युवकों को 28 साल की जेल

ब्रिटेन में सार्वजनिक सड़क पर तेज रफ्तार से कार रेस लगाने के कारण एक मां…

20 hours ago

ઓમાન નજીક કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાતના એક ખલાસીનું મોત, 13 સુરક્ષિત બચાવ્યા

Oman cargo attack | ઓમાનના દરિયાકાંઠે અને હોર્મુઝ સ્ટ્રેટ પાસે ભારતીય ધ્વજવાળા કાર્ગો જહાજ 'MSV…

21 hours ago

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું **…

2 days ago

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…

2 days ago