અમદાવાદ મંડળનું ઓક્ટોબર 2026 માં શાનદાર પ્રદર્શન : રેકોર્ડ 236 લૉંગ હૉલ ટ્રેનોનું સંચાલન, ગયા વર્ષની સરખામણીમાં 263% નો વધારો
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓક્ટોબર 2026 દરમિયાન માલ લોડિંગ, ઓપરેશનલ કુશળતા, યાત્રી સેવાઓ, ઇન્ટરચેન્જ, લાંબી ટ્રેનો તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ નોંધાવી છે. મંડળે આ મહિને અનેક નવા રેકોર્ડ સ્થાપિત કરતા માલ લોડિગ તેમજ યાત્રી પરિચાલનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત, મંડળે એપ્રિલથી ઓક્ટોબર 2026 દરમિયાન 30 મિલિયન ટન (3 કરોડ ટન) માલસામાનનું લોડિંગ કરીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
માલ લોડિંગ અને આવકમાં નોંધપાત્ર વધારો
• ઓક્ટોબર 2026માં અમદાવાદ મંડળ દ્વારા સરેરાશ 3,073.42 વેગન પ્રતિદિવસ લોડ કરવામાં આવ્યા, જે ઓક્ટોબર 2025ના 3,010 વેગન પ્રતિદિનની સરખામણીમાં 2.10% વધુ છે.
• આ દરમિયાન કુલ માલ લોડિંગ 4.6893 મિલિયન ટન રહ્યું, જે પાછલા વર્ષના 4.5855 મિલિયન ટનની સરખામણીમાં 2.26% વધુ છે.
• માલ લોડિંગથી રૂ.655 કરોડની આવક પ્રાપ્ત કરવામાં આવી, જે ઓક્ટોબર 2025ની રૂ.612 કરોડની આવકથી 7% વધુ છે.
મુખ્ય કોમોડિટીઝની લોડિંગમાં વધારો
• ઓક્ટોબર 2026માં ખાતરનું સરેરાશ દૈનિક લોડિંગ 685 વેગન રહ્યું, જેમાં ગત વર્ષની સરખામણીમાં 14% નો વધારો નોંધાયો.
• મીઠું અને ઔદ્યોગિક મીઠાનું લોડિંગ 260.5 વેગન પ્રતિદિવસ રહ્યું, જે પાછલા વર્ષની સરખામણીમાં 7% વધુ છે.
• અન્ય કોમોડિટીઝના લોડિંગમાં 75% નો ઉલ્લેખનીય વધારો નોંધાયો અને તે 173.7 વેગન પ્રતિદિવસ રહ્યું.
• ઓટોમોબાઈલનું સરેરાશ દૈનિક લોડિંગ 113.7 વેગન રહ્યું, જે પાછલા વર્ષના સ્તરથી વધુ છે.
લૉંગ હૉલ ટ્રેનોના સંચાલનમાં 263% નો રેકોર્ડ વધારો
• ઓક્ટોબર 2026માં અમદાવાદ મંડળ દ્વારા કુલ 236 લૉંગ હૉલ ટ્રેનોનું સફળ સંચાલન કરવામાં આવ્યું, જ્યારે ઓક્ટોબર 2025માં 65 લૉંગ હૉલ ટ્રેનો ચલાવવામાં આવી હતી. આ પ્રકારે ગયા વર્ષની સરખામણીમાં 263% નો નોંધપાત્ર વધારો નોંધાયો.
• ગાંધીધામ ક્ષેત્રમાં ઓક્ટોબર 2026 દરમિયાન કુલ 153 લૉંગ હૉલ ટ્રેનોની રચના કરવામાં આવી.
ઈન્ટરચેન્જમાં સર્વકાલિન સર્વશ્રેષ્ઠ માસિક પ્રદર્શન
• ઓક્ટોબર 2026માં અમદાવાદ મંડળે સરેરાશ 227.91 ટ્રેન પ્રતિદિવસનું ઇન્ટરચેન્જ નોંધાવ્યું, જે પાછલા વર્ષના 211.45 ટ્રેન પ્રતિદિવસની સરખામણીમાં 7.8% વધુ છે. આ મંડળનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ માસિક પ્રદર્શન છે, જેણે સપ્ટેમ્બર 2026ના 224.5 ટ્રેન પ્રતિદિવસના પાછલા રેકોર્ડને પાછળ છોડી દીધો.
• DFC પોઈન્ટ્સ પર સરેરાશ ઇન્ટરચેન્જ 108.10 ટ્રેન પ્રતિદિવસ રહ્યું, જે ઓક્ટોબર 2025ના 87.50 ટ્રેન પ્રતિદિવસની સરખામણીમાં 23.6% વધુ છે. આ પણ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ માસિક પ્રદર્શન છે.
• વીરમગામ પોઈન્ટ પર 48.61 ટ્રેન પ્રતિદિનનું અત્યાર સુધીનું સૌથી વધુ માસિક ઇન્ટરચેન્જ નોંધાયું.
• ચાડોતર (CECC) ડીએફસી પોઈન્ટ પર 54.13 ટ્રેન પ્રતિદિવસનું સૌથી વધુ માસિક ઇન્ટરચેન્જ નોંધાયું.
• મહેસાણા અને ભાંડુ મોટીદાઉ DFC પોઈન્ટ પર સંયુક્તરૂપે 22.78 ટ્રેન પ્રતિદિવસનું ઇન્ટરચેન્જ નોંધાયું, જે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
અમદાવાદ અને ગાંધીધામ ક્ષેત્રમાં માલ લોડિંગમાં વધારો
• અમદાવાદ ક્ષેત્રમાં ઓક્ટોબર 2026 દરમિયાન સરેરાશ 718.87 વેગન પ્રતિદિવસ લોડ કરવામાં આવ્યા, જે પાછલા વર્ષના 708.87 વેગન પ્રતિદિવસની સરખામણીમાં 1.40% વધુ છે.
• ગાંધીધામ ક્ષેત્રમાં સરેરાશ 2,354.55 વેગન પ્રતિદિવસ લોડ કરવામાં આવ્યા, જે ઓક્ટોબર 2025ના 2,301.13 વેગન પ્રતિદિવસની સરખામણીમાં 2.32% વધુ છે.
નવા વ્યવસાયિક અવસરોથી માલ આવકમાં વધારો
• અમદાવાદ મંડળ દ્વારા પહેલી વાર કોપર સ્લેગ (Copper Slag) નું લોડિંગ કરવામાં આવ્યું. 6 ઓક્ટોબર 2026ના રોજ અમદાવાદ ક્ષેત્રના APSEZ પોર્ટ ટર્મિનલ ખાતે આવેલ APSA લોડિંગ પોઈન્ટથી BOXN રેક દ્વારા 4,048 ટન કોપર સ્લેગ શ્રી મેગા પાવર પ્રાઇવેટ સાઈડિંગ (SMPB) માટે લોડ કરવામાં આવ્યો.
• ઓક્ટોબર 2026માં APSA થી કુલ 8 રેકોમાં 32,773 ટન કોપર સ્લેગ લોડ કરવામાં આવ્યો, જેનાથી મંડળને રૂ.4.06 કરોડની માલ આવક પ્રાપ્ત થઈ.
• ગાંધીધામથી ત્રણ વર્ષથી વધુ ના ગાળા બાદ મેટ-કોક (Met-Coke) નું લોડિંગ ફરી શરૂ કરવામાં આવ્યું. એક રેકમાં 2,929 ટન મેટ-કોક સનફ્લેગ આયર્ન એન્ડ સ્ટીલ કંપની (SISB), નાગપુર મંડળ માટે લોડ કરવામાં આવ્યો, જેનાથી રૂ.71.70 લાખની માલ આવક પ્રાપ્ત કરવામાં આવી.
માલગાડીઓની ગતિ અને પરિચાલન કુશળતામાં સુધારો
• ઓક્ટોબર 2026માં યાર્ડિંગ અને સ્ટેબલિંગ સહિત માલગાડીઓની સરેરાશ ગતિ 14.98 કિમી પ્રતિ કલાક રહી, જે પાછલા વર્ષના 14.73 કિમી પ્રતિ કલાકની સરખામણીમાં 1.7% વધુ છે.
• ડીઝલ લોકોમોટિવનો સરેરાશ ઉપયોગ 371.43 કિલોમીટર રહ્યો, જે ઓક્ટોબર 2025ના ૩૭૦.૬૩ કિલોમીટરની સરખામણીમાં 0.21% વધુ છે.
• ઓક્ટોબર 2026માં કુલ 3,092 કલાક 45 મિનિટના મેન્ટેનન્સ બ્લોક આપવામાં આવ્યા, જે પાછલા વર્ષની સરખામણીમાં 42.94% વધુ છે.
સમયપાલન અને યાત્રી સેવાઓમાં નોંધપાત્ર સુધારો
• ઓક્ટોબર 2026માં મેલ/એક્સપ્રેસ ટ્રેનોનું સમયપાલન 95.50% રહ્યું, જે ઓક્ટોબર 2025ના 93% ની સરખામણીમાં 2.50 ટકા વધુ છે.
• ઓક્ટોબર 2026માં કુલ 6,591 કોચિંગ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું, જ્યારે પાછલા વર્ષે આ જ સમયગાળામાં 5,733 કોચિંગ ટ્રેનો સંચાલિત કરવામાં આવી હતી. આ પ્રકારે કોચિંગ ટ્રેનોના સંચાલનમાં 15% નો વધારો નોંધાયો.
• યાત્રીઓની વધારાની સગવડ માટે વિવિધ ટ્રેનોમાં 426 વધારાના કોચ લગાવવામાં આવ્યા તથા મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં 20 ઇન્ડેન્ટેડ VPs લગાવવામાં આવ્યા.
• ઓક્ટોબર 2026માં કુલ 9 પાર્સલ રેક સંચાલિત કરવામાં આવ્યા, જે પાછલા વર્ષના 4 રેકની સરખામણીમાં 125% વધુ છે.
રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ
• અમદાવાદ યાર્ડમાં નવનિર્મિત બ્રોડગેજ લાઈન નંબર 16, 17 અને 18 ને ટ્રાફિકવ્યવહાર માટે ખોલવાના સંબંધમાં 28 ઓક્ટોબર 2026ના રોજ CRS નિરીક્ષણ સંપન્ન થયું.
• અસારવા અને સાબરમતી A કેબિન વચ્ચે ‘Y’ કનેક્ટિવિટી વિકસિત કરવાના ઉદ્દેશથી અસારવા સ્ટેશન પર નવનિર્મિત બ્રોડગેજ કોર્ડ લાઈનનું CRS નિરીક્ષણ 28 ઓક્ટોબર 2026ના રોજ કરવામાં આવ્યું.
• આ નવી કનેક્ટિવિટી પર અસારવાથી સાબરવતી A કેબિન વચ્ચે પહેલી માલગાડી (લોકો નંબર 60185, WAG-12) નું સફળ સંચાલન કરવામાં આવ્યું.
ઓક્ટોબર 2026માં અમદાવાદ મંડળ દ્વારા માલ લોડિંગ, નવા વ્યવસાયિક અવસરો, ઇન્ટરચેન્જ, લૉંગ હૉલ ટ્રેનો, યાત્રી સેવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં નોંધવામાં આવેલી આ સિદ્ધિઓ સંચાલન કુશળતાને વધારવા, માલ અને યાત્રી સેવાઓને ઉત્તમ બનાવવાતથા રેલવેની સેવાઓને વધુ અસરકારક, સુરક્ષિત અને સુવિધાજનક બનાવવાની દિશામાં મંડળની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં GRIT આયોજિત ‘વિકસિત ગુજરાત@૨૦૪૭ : હાયર એજ્યુકેશન ફોર ફ્યુચર વર્કફોર્સ રેડીનેસ…
ब्रिटेन में सार्वजनिक सड़क पर तेज रफ्तार से कार रेस लगाने के कारण एक मां…
Oman cargo attack | ઓમાનના દરિયાકાંઠે અને હોર્મુઝ સ્ટ્રેટ પાસે ભારતીય ધ્વજવાળા કાર્ગો જહાજ 'MSV…
બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું **…
અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…
ભારતીય રેલવેએ ફરી નિભાવી જીવનરક્ષકની ભૂમિકા: ત્રીજી વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન…